ગાંધીધામમાં વૃદ્ધાનો આપઘાત

ગાંધીધામ : શહેરના ગણેશનગર સેકટર નંબરમાં રહેતી વયોવૃદ્ધ વૃદ્ધાએ ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર સેકટર નંબર ૬, મકાન નંબર ૩૪૮માં રહેતી કાનબાઈ પુનાભાઈ મહેશ્વરી (ઉ.વ.૮પ)એ આજે વહેલી પરોઢના સાડા છ વાગ્યે પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ફાં ખાઈ જિંદગીનો અંત આણી લીધો હતો. હતભાગીને રામબાગ હોસ્પિટલમાં લઈ જવાતા બનાવ પ્રકાશમાં આવ્યો હતો. ગાંધીધામ બી ડિવિઝન પોલીસે એડી દાખલ કરી આપઘાત કરવા પાછળના કારણો જાણવા માટે સહાયક ફોજદાર કાનજીભાઈ ગોરસીયાએ તપાસ હાથ ધરેલાનું પીએસઓ દેવાભાઈએ જણાવ્યું હતું.
વૃદ્ધાના આપઘાતથી પરિવારજનોમાં ગમગીની છવાઈ જવા પામી હતી.