ગાંધીધામમાં વૃદ્ધાની હત્યા ?

કોઈ અજાણ્યા શખ્સે ગળેટુંપો દઈ મોતને ઘાટ ઉતાર્યાની ચર્ચા :
મૃતદેહનું પીએમ કરાવવા કાર્યવાહી હાથ ધરાઈ

 

ગાંધીધામ : શહેરના ખોડિયારનગરમાં રહેતી ૭૪ વર્ષિય વૃદ્ધાનું ભેદી અને રહસ્યમય મોત થતાં કાયદાના રક્ષકોમાં દોડધામ મચી જવા પામી હતી. વૃદ્ધાને ગળે ટુપો દઈ મોતને ઘાટ ઉતારી હોવાનું જણાતા પોલીસે મૃતદેહનું પીએમ કરાવવા કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર ખોડિયારનગર વિસ્તારમાં રહેતા સુંદરદેવી ગીસારામ રંગ (ઉ.વ. ૭૪)નું ગઈકાલે સવારે ૧૧થી સાંજેના ૪ઃ૩૦ દરમ્યાન મોત થયું હતું. એકલવાયું જીવન વિતાવતા વૃદ્ધાની પાડોશમાં રહેતા સંગીતાબેન તેમના ઘરે જતા બનાવ પ્રકાશમાં આવ્યો હતો. ગળે ટુપો દઈ હત્યા કરી હોવાનું જણાતા એ ડિવિઝન પોલીસે સંગીતાબેન સોહનલાલ હેગર (ઉ.વ. ર૦)ની જાહેરાત ઉપરથી સીઆરપીસી કલમ ૧૭૪ હેઠળ અકસ્માત મોતનો બનાવ દર્જ કરી લાશને પીએમ માટે હોસ્પિટલ મોકલી આપ્યો હતો. હતભાગીની લાશનું પીએમ થયા બાદ હત્યા પાછળના કારણો સપાટી પર આવી શકે પ્રથમ કોઈ શખ્સે ગળે ટુપો દઈ મોતને ઘાટ ઉતારેલાના નિશાનો જણાઈ આવતાં પ્રથમ દ્રષ્ટીએ હત્યા થઈ હોવાનું માની શકાય એ ડિવિઝન પીઆઈ બી.એસ. સુથારનો સંપર્ક સાધતા હતભાગીનો પુત્ર મુંબઈ રહેતો હોઈ જે આવેથી તેને પુછતાછ દરમ્યાન વધુ વિગતો બહાર આવી શકે તેમ છે. કોઈ શખ્સે વૃદ્ધાની હત્યા કેવા કારણે કરી હશે તે તો ગુનો નોંધાયા બાદ હત્યારો પકડાયેથી બહાર આવી શકે તેમ છે.