ગાંધીધામમાં લિમડાના ઝાડમાં દોરી બાંધી યુવાનનો આપઘાત

Suicide. Torn pieces of paper with the words Suicide. Black and White. Close up.

માંડવીમાં એસીડ પી જનારા વૃદ્ધનું મોત

ગાંધીધામ : જિલ્લામાં યુવવયના લોકો જિંદગીથી કંટાળી આત્મઘાતી પગલું ભરી રહ્યા હોય તેવી વધુ એક ઘટના ગાંધીધામમાં સામે આવી છે. મુળ મહારાષ્ટ્રના યુવાને લિંબડાના ઝાડમાં દોરી બાંધી આપઘાત કરી લીધો હતો.
ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ મથકે મળતી માહિતી પ્રમાણે સેક્ટર-૭મા આવેલા પ્લોટ નં.૩ર૦મા રહેતા શંકરભાઈ લુકાભાઈ આહીર નામના યુવાને આ આત્મઘાતી પગલું ભર્યું હતું.હતભાગીએ પોતાના ઘરની સામે આવેલ લિંબડાના ઝાડમાં પ્લાસ્ટિકની દોરી વડે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. હતભાગીની સારવાર માટે તેના દીકરા પ્રવીણભાઈ આહિર હોસ્પિટલમાં લઈ આવ્યા હતા, પરંતુ ફરજ પરના તબીબે તેઓને મૃત જાહેર કરતા બી-ડિવિઝન પોલીસે એડી દાખલ કરી છે.બીજી તરફ માંડવીમાં એસિડ પીજનારા વૃદ્ધે દમ તોડી દીધો હોવાનું સામે આવ્યું છે. હોસ્પિટલ ચોકીએથી મળેલી માહિતી પ્રમાણે માંડવીના કોડાયમાં રહેતા ૬૩ વર્ષિય કેતનભાઈ જેન્તીલાલ લાલને ગઈકાલે બપોરે અગમ્યકારણોસર એસિડ પી લીધું હતું. જેઓને સારવાર માટે સ્થાનિકે ખસેડાયા બાદ વધુ સારવાર માટે ભુજ જી.કે.જનરલ હોસ્પિટલમાં લઈ અવાયા હતા, પરંતુ ગઈકાલે સાંજે ફરજ પરના તબીબે હતભાગીને મૃત જાહેર કર્યા હતા. હોસ્પિટલ ચોકીએ હતભાગીના ભાભી રમીલાબેને આ વિગતો નોંધાવી હોવાનું જાણવા મળ્યું છે.