ગાંધીધામમાં લકઝરીયઝ શ્રીજી વુડમોલનો શુભારંભ

એરપોર્ટ રોડ પર અવનવી ઈન્ડીરીયર ડિઝાઈનના ભવ્ય શોરૂમનો પુ.સંતોના હસ્તે કરાયો આરંભ : વિવિધ ક્ષેત્રના આગેવાનો, મોભીઓ રહ્યા ઉપસ્થિત : સંકુલના ઈન્ટરીયર ક્ષેત્રમાં ઉમેરાયું નવુ એક છોગું

ગાંધીધામ : પૂર્વ કચ્છના ઔદ્યોગીક પાટનગર ગાંધીધામ-કંડલા કોમ્પલેક્ષની પ્રજાને ઈન્ટીરીયર ડિઝાઈન ક્ષેત્રમાં આજરોજ નવુ નઝરાણું રજુ થવા પામી ગયુ છે. શહેરના મુખ્ય માર્ગ પર આજે અધતન ઈન્ટીરીયર ડિજાઈનના લકઝરીયસ વેરાયટીઓના ખજાનાથી ભરપુર શ્રીજી વુડ મોલનુ દબદબાભેર શુભારંભ થવા પામ્યો છે.
આજ રોજ સવારે ૧ર કલાકના સમયે શહેરના પ્લોટ ન. પાંચ, વોર્ડ ન.૬ કોમર્શિયલ, એરપોર્ટ રોડ, રોટરી સર્કલ પાસે શ્રીજી વુડમોલ લકઝરીયસ ઈન્ટીરીયર ડિઝાઈન શોરૂમનો ઉદઘાટન કરવામા આવ્યુ છે. પરમપુજય સદગુરૂ સ્વામી બાલકૃષ્ણદાસજી તથા પ.પુ.સદગુરૂ સ્વામી મુકતવલ્લભદાસજી ગાંધીધામ ગુરૂકુળની પવિત્ર નિશ્રામાં આજ રોજ આ શારૂમને ખુલ્લો મુકાયો હતો. શોરૂમના શુભારંભ પ્રસંગે નવીનભાઈ રાજપુત તથા રાજેન્દ્રભાઈ પટેલ પરીવાર પર વિવિધ આગેવાનો, સ્નેહીજનો, મિત્રો સહિતનાઓએ શુભકામના વર્ષા વરસાવી હતી.આજ રોજ શ્રીજી વુડમોલના શુભારંભ વેળાએ અનંતભાઈ ઠકકર, વિશાલભાઈ રાજપુત, વેલજીભાઈ જોગુ, ધવલભાઈ આચાર્ય, રામભાઈ દાનાભાઈ પટેલ, હરેશ જેઠા પટેલ, જગમલ પટેલ, વીરાભાઈ પટેલ, કનૈયાલાલ ભાવનાણી, પરસોત્તમ ભાનુશાલી, સામજીભાઈ સચદે, સામજીભાઈ આહિર(ટીએમ), પંકજ ઠક્કર(પ્રમુખશ્રી ગાંધીધામ શહેર ભાજપ), કેસી ઠક્કર, હિરેન ધીરૂભાઈ શાહ, સુરેશભાઈ શાહ, અરૂણભાઈ શાહ, બાબુભાઈ ગુજરીયા, પુનીત દુધરેજીયા, શૈલેન્દ્રસિંહ જાડેજા, દિપક ઠક્કર, વિનોદ લાલવાણી, નવીન શર્મા, નરેન્દ્ર શાહ, રોમેશ ચતુરાણી,સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.