ગાંધીધામમાં રાજવીફાટકથી ભારતનગર-ટાગોરરોડ સહિતના પટ્ટામાં કોણ હટાવશે દબાણોના ઘોડાપુર..!

સુધરાઈના નવનિયુકિત પદાધિકારીઓને આવા મસમોટા-ગંભીર પ્રકારના દબાણો કેમ નથી ચડતા નજરે ? એકાદ-બે કાચા-પાક દબાણો દુર કરીને મોટા મીર મારી દીધાનો જશ ખાટનારાઓ રાજવી ફાટકથી ભારતનગર સુધી પાણીની એકસપ્રેસ લાઈનો પર થયેલા પાક્કા દબાણો પર કેમ નથી ત્રાટકતા ? : અહી માસમટન-પાણીના પ્લાન્ટ સહિતના ધમધમી હર્યા છે કાર્મિશયલ ધંધાઓ, કોની મંજુરી-પરવાનગીથી થયા છે બાંધકામ ? : મુળ દબાણકાર તો બિનઅધિકૃત કબ્જો કરી, તેનુ ગરીબ અને જરૂરીયાતમંદને કરી દે છે અહી વેચાણ, હવે મરો થશે તો જાણતા-અજાણતા આવા દબાણો ખરીદી લેનાર મજબુરીવશ વ્યકિતનો..!

ટાગોર રોડ પર આડેેધડ પાથરાણાઓ, શાકભાજી પાથરીને પાછળ ભુંગા બાંધીને કઈક જણા બેસી ગયા છે ? દીવસે શાકભાજી, રાત્રે કયાંક હાથફેરો આવા ભુગાધારીઓ નહી કરી આવતા હોય તેની શુ ખાત્રી ? કિશોર નામનો શખ્સ લારી – ગલ્લાવાળાઓથી ઉઘરાણા કરી ટ્રાફિક પોલીસ-નગરપાલિકા દબાણ શાખા સહિતનાઓને સાચવી લેતો હોવાની છે ચકચાર : ટ્રાફિકને અડચણરૂપ આવા લારી-ગલ્લાવાળાઓ પર ટાગોર રોડ પર કેમ કોઈ નથી કરતુ વક્રદ્રષ્ટી..? : આવા તત્વો-લોકોના બી-રોલ તો ભરો..!

ગાંધીધામ : પૂર્વ કચ્છના ઔદ્યોગીક પાટનગર અને સવાયા કચ્છી વડાપ્રધાન નરેન્દ્રભાઈના સ્વપ્નાનુ સ્માર્ટ સીટી ગાંધીધામ આજે દબાણોના ઘોડાપુરથી ઘેરાયેલી અવસ્થામાં પડયુ છે છતા પણ સુધરાઈ અને પોલીસ છે કે, જેઓને આવા દબાણો શહેરમાં દેખાતા નથી, નજરે ચડતા જ ન હોય તેમ દબાણકારો માજા મુકી રહ્યા હોવાનો ચિંતાજનક વર્તારો જોવાઈ રહ્યો છે.આ બાબતે સહેજ વિગતે વાત કરીએ તો નગરપાલિકા હાલમાં એકલ-દોલક જગ્યાઓ પર કાચા-પાક્કા દબાણો દુર કરી અને કામગીરી કરી લીધાનો સંતોષનો ઓડકાર ખાઈને પાણીમાં બેસી ગયુ હોય તેમ લાગી રહ્યુ છે. કારણ કે, આથી વિશેષ દબાણોના ઘોડાપુર તો રાજવી ફાટકથી ભારતનગર તરફ જતા માર્ગ પર થયેલા છે ? તેની તરફ કેમ વક્રદ્રષ્ટી કરવામા નથી આવતી ? શહેરના મોકાના મુખ્ય માર્ગ ટાગોર રોડ પર પણ મોટાપાયે શાકભાજીવાળાઓ પાથરણાઓ ગોઠવીને બેસી ગયા છે, તેની પાછળ ભુંગા બનાવી દીધા છે, આવા દબાણો નગરપાલિકાને અથવા તો ટ્રાફિક પોલીસની નજરે કેમ નથી આવતા ?આ અંગે સહેજ વિગતો વાત કરીએ તો રાજવી ફાટકથી ભારતનગર તરફ જતા માર્ગમાં તો શહેરની પાણીની એકસપ્રેસ લાઈન આવી રહી છે તેના સહિતનાઓ પર કઈક દબાણકારોએ આડેધડ જમીનો પર દબાણો ખડકી દીધા છે. મજાની વાત તો એ છે કે, દબાણકારો અહી દબાણ કરી અને જતો રહે છે અને તે જગ્યા જરૂરીયાતમંદ મજબુર વશ ગરીબ વર્ગને વેચી દે છે. એટલે આવા દબાણો પર મરો થાય છે મકાન ખરીદનારનો જ થઈ રહ્યો છે. આ વિસ્તારના દબાણકારો તો એટલા બધા માથાભારે થઈ ગયા છે કે, દબાણ દુર કરવા ગયેલા પોલીસ અધિકારી પર પણ પથ્થરમારો કરી દીધો હતો અને તે વખતના પીઆઈ શ્રી રાણાને લોહીલુહાણ કરી દીધા હતા. આ વિસ્તારમાં માસમટન વેચનારાઓ, પાણીના પ્લાન્ટ સહિતના ધંધાઓ કોમર્શિયલી ધમધમી રહ્યા છે. પોલીસ અને નગરપાલિકાની દબાણશાખાને આ કેમ નથી દેખાતુ ? બીજીતરફ શહેરનો મુખ્ય એવા ટાગેાર માર્ગ પર પાછલા અમુક સમયથી શાકભાજીના નામે મોટા પથારાઓ પથરાઈ ગયા છે. રેકડીવાળા, શાકભાજીવાળા, લારી ગલ્લાવાળાઓના કઈકના અહી ઘર વસી ચુકયા છે. કંઈ નહી તો અહી રેકડી ખડકી દેનારાઓના પોલીસ બી રોલ તો ભરે ? અન્ય ક્ષેત્રના વોન્ટેડ શખ્સો તો કયાંક અહી ખુલ્લેઆમ માર્ગો પર પડયાપાથર્યા નથી રહ્યા ને.? કારણ કે દીવસે શાકભાજી અને રાત્રે કયાંક હાથફેરો નહી કરતા હોય તેની શુ ખાત્રી ? રસ્તા પર આગળ રેકડીઓ ખકડી છે અને પાછળ ભુંગાઓ બનાવી જમીન પર અતિક્રમણ કરીને બેસી ગયા છે. કેટલાક તો વરસાદી નાળાઓ દબાવી લીધા છે ? નગરપાલીકાને કેમ આ દબાણો દેખાતા નથી ? સુધરાઈની દબાણશાખાના જવાબદારની આંખે કેમ પાટ્ટા લાગી ગયા છે ? ઈફકોનુ દબાણ હટાવોના કઈક લોકોએ બુમબરાડાઓ પાડયા પરંતુ તેમા શુ મળી ગયુ..! આજે આવા પથારાવાળઓ ઈફકો પાસે પણ વરસાદી નાળાઓ દબાવી લીધા છે ? જાણકારો કહે છે કે, નગરપાલીકામાં દબાણ શાખાના જવાબદાર અધિકારી જ ભ્રષ્ટાચારનુ મુળ છે. દબાણશાખાના આ જવાબદાર અધિકારી ઠેર ઠેરથી ઉઘરાણાઓ કરી રહ્યા હોવાથી આવા દબાણો તેઓને દેખાતા ન હોવાનુ પણ ચર્ચાય છે. કહેવાય છે કે લારી ગલ્લાવાળાઓ પાસેથી કિશોર નામનો કોઈ શખ્સ ઉઘરાણા કરી અને ટ્રાફિક પોલીસને ધરી દે છે અને તેમાં સુધરાઈના દબાણ શાખાના આ જવાબદાર અધિકારીનો પણ મેડ પડી જાય છે. હકીકતમાં દબાણો દુર કરવા હોય તો શહેરમાં સૌ પ્રથમ રાજવી ફાટકથી ભારતનગર રોડ પર જે પાણીની લાઈનો પર દબાણો ખડકાઈ ગયા છે તેને દુર કરવાની હિમંત કરી દેખાડવી જોઈએ. તે બાદ ટાગોર રોડ પર શાકભાજી વાળાઓ અને અન્ય પાથરણા વાળાઓને દુર કરવા ઘટે તે જ સમયનો તકાજો બની રહ્યો છે.

ટાગોર રોડના દબાણો દુર ન કરવાની અવેજીમાં

આર એન્ડ બીના કયા અધિકારી મફતમાં ફ્રુટ-શાકભાજી-માટલાઓ લઈ જાય છે.?

ગાંધીધામ : ગાંધીધામ શહેરના મુખ્ય માર્ગ પૈકીના એક એવા ટાગોર રોડ પર મોટાપાયે દબાણો થઈ ગયા છે. કઈક જણા પાથરણાઓ પાથરીને બેસી ગયા છે. છતા આર એન્ડ બી વિભાગ, જેના હસ્તક આ રોડ આવે છે તેઓને આ દબાણો દુર કરવા પેટનુ પાણી પણ જરા સહેજ ચાલતુ નથી. આવુ કેમ ? જાણકારો કહી રહ્યા છે કે, ટાગોર રોડ પરથી આર એન્ડ બીના અધિકારીના કર્મચારી મફતમાં શાક-બકાલો, ફ્રુટ અને માટલા સહિતની વસ્તુઓ લઈ જાય છે. તો પછી આ દબાણો તેઓ દુર કરશે કયા મોઢે ? અહી સવાલ થાય છે કે, આ રીતે મફત વસ્તુઓ લઈ જનાર કર્મચારી આર એન્ડ બીના કયા અધિકારીનો છે ?