ગાંધીધામમાં યુવાન ઉપર છરી વડે હુમલો કરી લૂંટ કરનાર લુટારૂ પોલીસના સકંજામાં

ગાંધીધામ : શહેરના રેલ્વે સ્ટેશન સામે આવેલ ઓવરબ્રીજ નીચે મુન્દ્રાના યુવાન ઉપર છરીથી હુમલો કરી રોકડ રકમની લૂંટ કરી નાસી છુટેલા લૂટારૂને પોલીસે સકંજામાં લઈ લીધો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ લૂંટનો બનાવ ગઈકાલે સાંજે ચારેક વાગ્યાના અરસામાં બનવા પામ્યો હતો. મુળ બિહાર હાલે મુન્દ્રા રહેતા રામયતન બૌવા શાહ (ઉ.વ.૩ર) રેલ્વે સ્ટેશન પાસેના ઓવરબ્રીજ નીચે ચાની કેબીને ઉભેલ હતો ત્યારે સીદીક નામના શખ્સે છરીથી હુમલો કરી હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી રોકડા રૂપિયા ૩૦૦૦ની લૂંટ ચલાવી નાસી છુટ્યો હતો. ગાંધીધામ એ ડિવિઝન પોલીસે આરોપી સામે ગુન્હો નોંધી પીઆઈ બી.એસ. સુથારના માર્ગદર્શન હેઠળ તપાસ કરતા પીએસઆઈ આર.ડી. જાડેજા તથા રાઈટર હિરેનકુમાર મચ્છરે આરોપી સીદીક જુમા ચાવડા (રહે. કિડાણા તા.ગાંધીધામ)ને રાઉન્ડઅપ કરી છરી તથા રોકડ કબ્જે કરવા કાર્યવાહી હાથ ધરેલ છે. આરોપીની પૂછપરછ દરમ્યાન અનેક નાની-મોટી લૂંટોના ભેદ ઉકેલવાની શકયતા સેવાઈ રહી છે.