ગાંધીધામમાં યુવાને ગળે ફાંસો ખાઈને કર્યો આપઘાત

શિકારપુર નજીક હાઈવે હોટલ પર ટ્રેલર પાર્ક કરીને સૂઈ ગયેલો ચાલક ઉઠ્યો જ નહી

ગાંધીધામ : પૂર્વ કચ્છમાં અપમૃત્યુના બે બનાવોમાં બે યુવાનોના જીવનદીપ બુઝાયા હતા. ગાંધીધામના ગણેશનગરમાં યુવાને અગમ્ય કારણોસર આપઘાત કર્યો હતો. તો ભચાઉના શિકારપુર નજીકની હાઈવે હોટલ પર રાત્રે ટ્રેલર પાર્ક કરીને સૂતેલો યુવાન સવારે ઉઠ્યો જ ન હતો. પ્રાપ્ત વિગતો મુજબ ગાંધીધામના ગણેશનગરમાં રહેતા વિજય મહેશભાઈ ડોરૂ (ઉ.વ.રપ) નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. બનાવને પગલે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાતા પીએસઆઈ ડી.આર. ગઢવીએ આગળની તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ ભચાઉના શિકારપુર પાસે સપના પંજાબ હોટલ પાસે ટ્રેલર પાર્ક કરીને સૂઈ ગયેલો ચાલક સવારે ઉઠ્યો જ ન હતો. હતભાગી જગદીપસિંગ સંતોકસિંગ જાટ (ઉ.વ.૩ર)નું અગમ્ય કારણોસર મોત નીપજતા સામખિયાળી પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ પીએસઆઈ વી.જી. લાંબરિયાએ હાથ ધરી છે.