ગાંધીધામમાં માલતીબેન મહેશ્વરીની ર૦,ર૬૭ મતે જંગી જીત

શરૂઆતથી જ લીડ જાળવી રાખીને અંત સુધી ભાજપે કોંગ્રેસ પર મેળવી જીત : કોંગ્રેસ ઉમેદવાર કિશોર પિંગોલને મળ્યા પ૯,૪૪૩ મત : નોટા પર કુલ ૩,પ૭૮ મતદારોએ મારી મહોર

 

ગાંધીધામ બેઠકના ૩૪મા બૂથે આંકડા ન દેખાડ્યા

ભુજ : ગાંધીધામની બેઠકના કાઉન્ટીંગ વખતે મશીનમાં આંકડાઓ ડિસપ્લે થયા ન હતા. આ સંજાગોમાં આર.ઓ. અને કાઉન્ટીંગ ઓબ્ઝર્વર દ્વારા ટેકનિકલની મદદથી પ્રિન્ટ કાઢીને ગણતરી કરાઈ હતી. ઉમેદવારોની હાજરીમાં વીવી પેટની કાપલીઓ કાઢીને ગણતરી કરવામાં આવતાં બૂથ નંબર ૩૪ના ૧૪૭માં મશીનમાં કિશોર પિંગોલને રર૮ વોટ મળ્યા હતા અને માલતીબેન મહેશ્વરીને ર૯૯ વોટ મળ્યા હતા. જયારે નોટામાં ૧પ વોટ પડ્યા હતા.

 

ગાંધીધામ : પચરંગી શહેર ગાંધીધામની બેઠક પર ફરી પાછો કેસરિયો લહેરાયો છે. ગાંધીધામની બેઠક પરથી ભાજપના ઉમેદવાર માલતીબેન મહેશ્વરીએ ર૦,ર૬૭ જવલંત વિજય મેળવીને કોંગ્રેસને પછાડટ આપી હતી. ભાજપના ઉમેદવાર માલતીબેને ૭૯,૭૧૦ મત મેળવ્યા હતા. જયારે તેમના પ્રતિસ્પર્ધી કિશોર પિંગોલને પ૯,૪૪૩ મત મળ્યા હતા. ગાંધીધામ બેઠક પર પ્રથમ રાઉન્ડમાં ભાજપના ઉમેદવાર માલતીબેન મહેશ્વરીને ર૧૧૮ મત મળ્યા હતા. જયારે કોંગ્રેસના ઉમેદવાર કિશોરભાઈ પિંગોલને રર૮૯ મત મળ્યા હતા. તો નોટામાં ર૩૧ મત પડ્યા હતા. બીજા રાઉન્ડમાં ભાજપને ર૪૭૦ અને કોંગ્રેસને રરર૬ જયારે નોટામાં ૧૬૬ મત પડ્યા હતા. ત્રીજા રાઉન્ડના અંતે ભાજપને ર૮૯૭ અને ૧૯૦ર અને નોટામાં ૧૯પ મત પડયા હતા. ચોથા રાઉન્ડની મત ગણતરીમાં ભાજપને ફાળે ર૬પ૬ મત જયારે કોંગ્રેસના ફાળે ૩૧૩૦ મત ગયા હતા. તો નોટામાં રર૮ મત પડ્યા હતા. પાંચમા રાઉન્ડમાં ભાજપના માલતીબેન મહેશ્વરીને ૩૭ર૮ અને કોંગ્રેસના કિશોર પિંગોલને રપ૯૪ મત મળ્યા હતા. જયારે નોટામાં ર૩૯ મત પડ્યા હતા. છઠ્ઠા રાઉન્ડમાં ભાજપને ૩૪૦૩ અને કોંગ્રેસને રર૩ર જયારે નોટામાં ૧૭ર મત પડ્યા હતા. તો સાતમા રાઉન્ડમાં ભાજપની તરફેણ ૩રપ૭ અને કોંગ્રેસની તરફેણમાં ૩૭૬૧ જયારે નોટામાં રર૬ વોટ પડયા હતા. આઠામા રાઉન્ડમાં ભાજપને ર૯પ૩ અને કોંગ્રેસને ૩૩૬૪ અને નોટામાં ૧૭૬ મત પડ્યા હતા. આઠમા રાઉન્ડના અંતે નોટામાં ૧૬૩૩ મત પડયા હતા. ભાજપને ૮માં રાઉન્ડના અંતે કુલ ર૩,૪૮ર મત મળ્યા હતા. અને કોંગ્રેસને ર૧,૪૯૩ મત મળ્યા હતા. જેમાં ભાજપ ૮ રાઉન્ડના અંતે ભાજપ ર હજારની સરસાઈથી આગળ ચાલતું હતું. ૯મા રાઉન્ડમાં ભાજપને ૩ર૬૪ અને કોંગ્રેસને ર૮૮૦ વોટ મળ્યા હતા. તો નોટામાં ૧૧૯ વોટ પડ્યા હતા. ૧૦માં રાઉન્ડમાં ભાજપના ગઢમાં પપપ૪ વોટ માલતીબેન મળ્યા હતા. જયારે કોંગ્રેસને ૧૪૬૮ વોટ અને નોટામાં ૧૪૩ વોટ પડ્યા હતા. ગાંધીધામમાં ૧૧મા રાઉન્ડમાં ભાજપને ૩૦૬પ, કોંગ્રેસ ૪૦૬૮ અને નોટામાં ૧૮૧ વોટ પડ્યા હતા. ૧રમાં રાઉન્ડમાં ભાજપને ૩૩૪૯, કોંગ્રેસને ૪૬૪૯ વોટ ફાળે ગયા હતા. જ્યારે ૧૪૭ મતદારોએ નોટાની બટન દબાવી હતી. ૧૩માં રાઉન્ડમાં ભાજપને પ૧ર૭ વોટ અને કોંગ્રેસને ર૧૭૬ વોટ મળ્યા હતા, તો ૯૯ વોટ નોટામાં પડ્યા હતા. ૧૪મા રાઉન્ડમાં ભાજપને ૩૧૭૯ અને કોંગ્રેસના ખાતામાં ૩૩૪૯ મત પડ્યા હતા. નોટાનું બટન ૧૩૬ મતદારોએ દબાવ્યું હતું. ૧પમાં રાઉન્ડમાં ભાજપને ૩પ૦૦ વોટ મળ્યા હતા. જ્યારે કોંગ્રેસને ૪૦૪૭ વોટ મળ્યા હતા અને નોટામાં ૧૩૧ વોટ પડ્યા હતા. ૧૬માં રાઉન્ડમાં ભાજપને ૪૭૮૬ અને કોંગ્રેસને ૧૮૦૭ વોટ મળ્યા હતા. જ્યારે ૧૧પ લોકોએ નોટા પર પસંદગી ઉતારી હતી. ૧૬માં રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર માલતીબેન મહેશ્વરીની જીત નિશ્ચિત માનવામાં આવતી હતી. ૧૬ રાઉન્ડના અંતે માલતીબેનને કુલ પપ,૩૦૬ મત મળ્યા હતા. જ્યારે કિશોર પિંગોલને ૪પ,૯૩૭ વોટ મળ્યા હતા. જ્યારે નોટામાં કુલ ર૭૦૪ મત ૧૬માં રાઉન્ડ સુધી પડ્યા હતા. ગાંધીધામ બેઠકના ૧૭મા રાઉન્ડમાં ભાજપને ર૮૪ર જયારે કોંગ્રેસને ર૭૮૭ વોટ મળ્યા હતા. તો નોટામાં ૧૧૬ લોકોએ વોટીંગ કર્યું હતું. ૧૮મા રાઉન્ડમાં ભાજપને પ૮૭૩ વોટ અને કોંગ્રેસને ૧૭૧૮ વોટ મળ્યા હતા. તો નોટામાં ૧૩૦ વોટ પડ્યા હતા. જયારે ૧૯મા રાઉન્ડમાં ભાજપને પ૬૮૦ વોટ કોંગ્રેસને ૧ર૭૬ વોટ અને નોટામાં ખાતામાં ૧ર૬ વોટ પડયા હતા. ર૦મા રાઉન્ડમાં ભાજપને ૪૩૧૮ અને કોંગ્રેસને ૩૧૯૯ વોટ મળ્યા હતા. તો નોટા પર ર૦૮ લોકોએ પસંદગી ઢોળી હતી. ર૧મા રાઉન્ડમાં ભાજપને ૩ર૪૧ વોટ જયારે કોંગ્રેસને ૩૪૪૩ વોટ મળ્યા હતા અને નોટામાં ૧૭૮ વોટ પડ્યા હતા. ગાંધીધામ બેઠકના અંતિમ રાઉન્ડમાં
આભાર – નિહારીકા રવિયા ભાજપને ૧૬ર૯ વોટ મળ્યા હતા. જયારે કોંગ્રેસને ૯૧૪ વોટ મળ્યા હતા. અને નોટામાં ૬૬ વોટ પડ્યા હતા. કોસ્ટલ બેલેટથી થયેલા મતદાનમાં ભાજપને ૪રર અને કોંગ્રેસને ૪૩૬ મત મળ્યા હતા. તો ૩પ મતદારોએ નોટા પર થપ્પો માર્યો હતો. ગાંધીધામ બેઠક પર ભાજપના ઉમેદવાર માલતીબેન મહેશ્વરીને કુલ ૭૯,૭૧૦ મત મળ્યા હતા. જયારે તેમના પ્રતિસ્પર્ધી કિશોર પિંગોલને પ૯,૪૪૩ મત મળ્યા હતા. અને નોટામાં કુલ ૩,પ૭૮ મત પડ્યા હતા આમ ગાંધીધામ બેઠક પર માલતીબેન મહેશ્વરીની ર૦,ર૬૭ મતે જવલંત જીત થઈ હતી.