ગાંધીધામમાં બીએમડલબ્યુકાર-છકડાના અકસ્માતમાં ઢાંકપીછોડો : DSP-PI તોડકાંડની કરાવે તપાસ ?

  • સમરથ કો નહીં દોષ ગુસાઈ..!

ગાંધી માર્કેટ સામેથી ટી પોઈન્ટ તરફથી જમણી બાજુ વળવાનું સીંગનલ આપ્યા વગર ગાંધીધામ ચાવલા ચોક જવા તરફના રસ્તા તરફ અચાનક વણાંક લેનારી સફેદ કલરની કાર નં. જીજે ૧ર સીપી ૦૯૦૦ વાળી ઉપરોક્ત સીસી ટીવી ફુટેજમાં આબાદ ઝડપાયેલી દ્રશ્યમાન થાય છે.

અકસ્માતમાં બીજા દીવસે સારવાર દરમ્યાન છકડામાં બેઠેલ મહીલાનું નિપજયું હતુ મોત : બીએમડબલ્યુ માલેતુજારની હોવાથી કારનો ડ્રાયવર બદલી દેવાયો અને તપાસકર્તાએ ગજવા ગરમ કરી લીધાની ચર્ચા : સીસીટીવી કેમેરાના ફુટેજ ચકાસાય તો પણ દુધનુ દુધ અને પાણીનુ થઈ જાય પાણી : સીસીટીવી કેમેરામાં બીએમડબલ્યુ કારનો અકસ્માત સર્જનાર ડ્રાયવરનો સ્પષ્ટ દેખાય છે ચહેરો..!

ગાંધીધામ : સમરથ કો નહી દોષની ઉકિત ગાંધીધામ સંકુલમા પણ તાજેતરમા જ બનેલી એક કરૂણ અને ગંભીર ઘટનામાં સાચી ઠરતી જોવાઈ રહી છે. શહેરના ગાંધીમાર્કેટ પાસે એક ઝાજરમાન કાર અને છકડાની અથડામણ થઈ હતી જેમા છકડામાં બેઠેલ પ્રવાસી મહીલાનુ મોત નિપજી જતા અકસ્માત સર્જનર મોધીદાટ કારના ડ્રાયવરના બદલે અન્ય ડમી ડ્રાયવર રજુ કરી દેવાની ગોઠવણ કરી દેવામા આવી હેાવાનો અંગુલીનિદેશ સામે આવ્યો છે અને આમ કરવાને માટે તપાસકર્તા ખાખીધારીએ પણ મસમોટી રકમનો તોડ કરી લીધી હોવાનુ ચર્ચાય છે.આ બાબતે સહેજ ફોડ પાડીને વિગતે ચર્ચામાં ડોકીયુ કરીએ તો તાજેતરમાં જ શહેરના ગાંધીમાર્કેટ પાસે છકડો અને બીએમડબલ્યુ કારનુ એકસીડેન્ટ થવા પામ્યું હતુ. જેમા છકડો પલ્ટી મારી ગયો અને તે વખતે બીએમ ડબલ્યુ કારનો ડ્રાયવર ગાડીમાથી ઉતરીને છકડો પલ્ટી મારી જતા તેને જોઈને તુરંત જ રવાનો થઈ ગયો હતો. પરંતુ છકડો પલ્ટી જવાના કારણે તેમા બેઠેલ મહીલા સારવાર પછી બીજા દીવસે મૃત્યુ પામતા ગાડીના ડ્રાયવર એકના બદલે બીજાને રજુ કરી દેવાયો હોવાનુ મનાય છે.
એટલુ જ નહી પણ આ માટે તપાસકર્તા અધિકારીએ પણ મેાટી રકમનો તોડ કરી લીધો હોવાની ચકચાર આ તબક્કે ઉઠવા પામી રહી છે. તો વળી આ ઘટનાના ઘાત-પ્રત્યાઘાત રૂપે ચર્ચાઓ થવા પામી રહી છે તે અનુસાર ડ્રાયવરને બદલીને ખરેખર જે ડ્રાયવર હતો તે સીસી ટીવી કેમેરામાં પુરેપુરા ચહેરા સાથે આવી જાય છે. તે કારનો દરવાજો ખોલીને ફિલ્મી અદાથી છકડો પલ્ટી મારી ગયો તેને નિહાળી રહ્યો છે. તેનો ચહેરો પણ બરાબર જોવા મળી આવી રહ્યો હોવાનુ મનાય છે. તો આ બાબતે ખરેખર શુ હકીકત છે અને શુ રંધાઈ ગયુ તે અંગે પીઆઈશ્રી અને પૂર્વ કચ્છ એસપીશ્રી તપાસ કરાવે તો દુધનુ દુધ અને પાણીનુ પાણી થઈ શકે તેમ છે. અધિકારીશ્રીઓ માત્ર સીસીટીવી કેમેરા જ ચકાસવાની જરૂર છે, સીસીટીવી કેમેરામાં બીએમડબલ્યુમા કારનો ડ્રાઈવ કોણ છે, અને રજુ કરાયો છે તે ડ્રાયવર કોણ છે? પીઆઈશ્રી જ તપાસ કરાવે કે, મોટી તોડ કરીને ડ્રાયવર બદલી દેવાયો તેની પાછળ કયા પલળેલા ખાખીધારીનો હાથ છે? આટલી માત્ર તપાસ કરવામા આવશે તો કઈક ભોપાળાઓ ખુલી શકે તેવી વકી જાણકારો સેવી રહ્યા છે.