ગાંધીધામમાં બપોરે ધોધમાર વરસાદ

ગાંધીધામ : ગઈકાલથી કચ્છ જિલ્લામાં સર્જાયેલ વરસાદી વાતાવરણને પગલે મેઘરાજાએ જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં પોતાની હાજરી પુરાવી છે. ત્યારે ગઈકાલે સાંજે ગાંધીધામમાં વરસેલ ભારે વરસાદ બાદ આજે બપોરે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. સવારથી જ અનુભવાઈ રહેલા ભારે બફારા બાદ બપોરે મેઘરાજાએ ધમાકેદાર આગમન કરતા જાત જતમાં માર્ગો પરથી પાણી વહી નિકળ્યા હતા. તો વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. લાંબા સમયમા બાદ ગાંધીધામમાં મેઘરાજાએ ધમાકેદાર આગમન કરતા ગાંધીધામવાસીઓમાં ખુશીની લાગણી ફેલાઈ જવા પામી હતી.