ગાંધીધામમાં પોલીસે દારૂની ૬૭ બોટલો સાથે ૩ને પકડ્યા, ૩ના નામ ખૂલ્યા

ગાંધીધામ : પૂર્વ કચ્છના ગાંધીધામમાં એલસીબીએ દારૂનો દરોડો પાડી ૬૭ બોટલો કબ્જે કરી ૩ શખ્સોની અટકાયત કરી હતી તેમજ દારૂ આપનાર તરીકે ૩ શખ્સોના નામ ખૂલતા કુલ આરોપીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી હતી.
એલસીબીએ બાતમીના આધારે મહેશ્વરીનગર ઝુપડામાં ઉમા દર્પણ સામેની ગલીમાં આવેલ મકાનમાં દરોડો પાડી બાથરૂમમાં પાણીના ટાંકાની અંદરથી વ્હીસ્કીની બોટલો સાથે આરોપીઓ સામજી ઉર્ફે મુન્નો માલશીભાઈ નિંઝાર, સંદીપ ઉર્ફે ચાંદ લક્ષ્મણભાઈ બાણોલિયા, ચિરાગસિંઘ ગંભીરસિંહ રાજપૂતની અટકાયત કરી હતી, જ્યારે દારૂ આપનાર તરીકે રાહુલ સથવારા, ભરતભા ગઢવી અને લક્ષ્મણ રબારીનું નામ ખુલ્યું હતું. આરોપીઓ દારૂનું વેચાણ કરતા હોવાની બાતમીના આધારે આ દરોડો પડાયો હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું. રપ હજારના શરાબ અને મોબાઈલ મળી કુલ રૂા.૩૭,૪રપનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.