ગાંધીધામમાં  ત્રિપલ અકસ્માત

ગાંધીધામ : પ્રાપ્ત વિગતો મુજબ તેમજ સંદિપભાઈ કિશોરચંદ્ર બિરલા (ઉ.વ.ર૯) (રહે. કેપીટી કોલોની ગાંધીધામ)ની ફરિયાદને ટાંકીને પોલીસે વિગતો આપતા જણાવેલ કે તેઓ માન્ડ કારમલ શાળામાં શિક્ષક તરીકે નોકરી કરે છે અને ફોટોગ્રાફી પણ કરે છે. ગતરાત્રીના પોણા દસ વાગ્યે તેઓ તથા તેઓની માતા બિનાબેન પોતાની જીજે. ૧ર. ડીએ. ૪પ૮૩ નંબરની કારમાં આદિપુરથી ગાંધીધામ આવતા હતા ત્યારે ફોરચીયન કાર નંબર જીજે. ૧ર. બીઈ. ૦૯૯૯ના ચાલકે આગળ જતી વેગનઆર કાર નંબર જીજે. ૧ર. સીજી. ૧૬૯૯ સાથે ભટકાવી તેઓની કાર સાથે એક્સીડેન્ટ કરતા તેઓના માતાને ઓછી વતી ઈજાઓ થઈ હતી. ગાંધીધામ એ ડિવીઝન પોલીસે ફોરચીયન કાર ચાલક સામે ગુનો નોંધી સહાયક ફોજદાર હર્ષદભાઈ ઠાકરે તપાસ હાથ ધરેલાનું પીએસઓ ધર્મેન્દ્રસિંહ જાડેજાએ  જણાવ્યું હતું.