ગાંધીધામમાં ટ્રેનમાં દારૂની હેરફેર યથાવત

વિદેશી શરાબ સાથે બે ઝડપાયા

 

ગાંધીધામ : શહેરના રેલવે સ્ટેશન પાસે આવેલ એટીએમ પાસેથી રેલવે પોલીસે બે શખ્સોને ૧૧૮૬૦ની કિંમતની ૧૮ બોટમ શરાબ સાથે ઝડપી પાડી હવાલાતમાં ધકેલી દીધા હતા. ગાંધીધામ રેલવે પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર રેલવે સ્ટેશન પાસે આવેલ એસબીઆઈના એટીઅમ પાસેથી પૂર્વ બાતમી આધારે સુખદેવ દીલીપસીંગ ઢાકા જાટ (ઉ.વ.ર૦) (રહે. રામગનર સોસાયટી શીણછરીચોક મુળ ગુનીયા ધોરીમના બાડમેર રાજસ્થાન) તથા ત્રીલેકારામ લીધારામ જાટ (રહે. મુળ સેલાઉ તા.રામસાજી બાડમર, રાજસ્થાન)ને પકડી પાડયા હતા. આરોપીઓ પાસેથી ઓફીસર ચોઈસ વ્હીસકી ઈંગ્લીશ દારૂની બોટલો નંગ ૧૮, કિંમત રૂપીયા ૧૧૮૬૦નો મુદામાલ મળી આવતા બન્ને આરોપીઓ સામે ગુન્હો નોંધી ઈન્ચાર્જ પીએસઆઈ મહેન્રસિંહ ઝાલાએ દારૂની ડીલીવરી કોને આપવા જતા હતા તથા અગાઉ કેટલી ખેપ મારેલ તે જાણવા રીમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરતા કોર્ટ ત્રણ દિવસના રીમાન્ડ મંજૂર કર્યા હતા. આરોપીઓ રાજસ્થાનથી ટ્રેન દ્વારા શરાબ લાવતા હોવાનું પુછતાછમાં સપાટી પર આવ્યું હોવાનુ પોલીસે જણાવ્યું હતુું