ગાંધીધામમાં ટ્રેનની ટક્કરે અજ્ઞાત યુવતીનું મોત

આદિપુર-ગાંધીધામ વચ્ચે રાજવી ફાટક પાસેની ઘટના : કચ્છ એક્સપ્રેસ ટ્રેનના એન્જી સાથે અથડાવાથી સર્જાઈ કરૂણાંતિકા : મૃતદેહને ઓળખ માટે રામબાગ હોસ્પિટલમાં રખાયો

 

ગાંધીધામ : આદિપુર-ગાંધીધામ વચ્ચે આવેલ રાજવી ફાટક પાસે રેલ્વે ટ્રેક ઉપરથી પસાર થતી ટ્રેનના એન્જીન સાથે અથડાવાથી અજ્ઞાત યુવતીને ગંભીર ઈજાઓ થતા મોતને ભેટી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર જીવલેણ અકસ્માતનો બનાવ ગતરાત્રીના ૧૦ઃ૧૦ કલાકે બનવા પામ્યો હતો. ભુજથી મુંબઈ જતી કચ્છ એક્સપ્રેસ ટ્રેન આદિપુર-ગાંધીધામ વચ્ચે આવેલ રાજવી ફાટક પાસે પહોંચેલ ત્યારે આશરે બાવીસ વર્ષિય અજાણી યુવતી ટ્રેનના એન્જીન સાથે અથડાતા ગંભીર પ્રકારની ઈજાઓ થતા સારવાર મળે તે પહેલા મોતને ભેટી હતી. કિલોમીટર પ/૦ પાસે બનેલ બનાવમાં મૃતક યુવતીના મૃતદેહને પીએમ માટે રામબાગ હોÂસ્પટલમાં મોકલી આપ્યો હતો. ગાંધીધામ રેલ્વે પોલીસે અકસ્માત મોતનો બનાવ દર્જ કરી હેડ કોન્સ મહમદભાઈએ તપાસ હાથ ધરી હતી. મૃતકે ક્રિમ કલરનો ટોપ તથા ગુલાબી કલરનો પાયજામો પહેરેલ છે તથા ગુલાબી કલરની ઓઢણી ઓઢેલ છે. જમણા હાથે અંગ્રેજીમાં ઓમ ત્રોફાવેલ છે જ્યારે ડાબા હાથમાં અંગ્રેજીમાં બીએસ ત્રોફાવેલ છે જે કોઈ સગા સંબંધીઓ હોઈ તેમણે ગાંધીધામ રેલ્વે પોલીસનો સંપર્ક સાધવા જણાવાયું છે.