ગાંધીધામમાં ઝડપાયેલા પ.ર૦ લાખના બાયોડિઝલ અંગે નોંધાયો ગુનો

કિડાણાના શખ્સ વિરૂદ્ધ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ

(ક્રાઈમ પ્રતિનિધિ)ગાંધીધામ : સરહદી કચ્છમાં ગેરકાયદેસર રીતે જ્વલનશીલ પેટ્રોલિયમ પ્રવાહીના થતા વેપલા અને સંગ્રહ અંગે પોલીસ દ્વારા કરાયેલી કાર્યવાહી બાદ હવે વિધિવત એફઆઈઆર લોન્ચ કરવાની કામગીરી હાથ ધરાઈ છે. જેમાં ગાંધીધામના પંચરત્ન કોમ્પલેક્ષ પાછળ પાર્કિંગમાં ગાંધીધામ બી ડિવિઝન પોલીસે ઝડપી પાડેલા બેઝઓઈલ અંગે કિડાણાના શખ્સ વિરૂદ્ધ વિધિવત ગુનો નોંધાયો છે.પ્રાપ્ત વિગતો મુજબ ગત તા. ૭-૭-ર૦ર૧ના ગાંધીધામના પંરચત્ન કોમ્પલેક્ષ પાછળ પાર્કિંગમાં ગાંધીધામ બી ડિવિઝન પોલીસે દરોડો પાડીને પ,ર૦,૦૦૦/-ની કિંમતનું ૮ હજાર લીટર બેઝઓઈલ ઝડપી પાડયું હતું. જે અંગે હવે વિધિવત ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ ગલાલભાઈ પારગીએ આરોપી રમેશભાઈ ધમાભાઈ ઝરૂ (રહે. શીખર સોસાયટી, મકાન નં. ૧૩, કિડાણા, તા.ગાંધીધામ) વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો છે. આરોપીએ જી.જે.૧ર.વાય. ૮૮૭૧ નંબરના ટેન્કરમાં ફયુઅલ ભરવા માટે નોઝલ મીટર અને ઈેલેકટ્રીમ મોટર લગાડીને બાયોડિઝલનું ગેરકાયદેસર રીતે વેંચાણ કરતો હતો. પોલીસે પાડેલા દરોડામાં ૮ હજાર લીટર બાયોડિઝલનો જથ્થો તેમજ ટેન્કર અને ફયુઅલ મીટર, ઈલેકટ્રીક મોટર સહિત જે તે વખતે ૧ર,૩૦,૦૦૦/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જે તે વખતે જાણવા જોગ નોંધ કરાયા બાદ હવે વિધિવત ગુનો દાખલ થતા પીએસઆઈ જી. કે. વહુનીયા દ્વારા આગળની તપાસ હાથ ધરાઈ છે.

  • ગાંધીધામમાં બેઝઓઈલના ઝડપાયેલા ૩ ટેન્કરો અંગે ફરિયાદ

આરોપી નરેન્દ્ર ભવરલાલ નીમાવતની પોલીસ કડક અને તટસ્થ તપાસ કરે તો કઈંક શખ્સોના પગ તળે આવશે રેલો : પકડાયેલ ટેન્કર તો છે પાસેરામાં પુણીસમાન હજુ તો કઈંક ટન જથ્થો આ શખ્સો પાસે સંગ્રહ થયેલો પડ્યો છે

ગાંધીધામ : શહેરના સદ્‌ગુરૂ વે-બ્રીજ પાછળ પાર્કિંગમાંથી ગાંધીધામ બી ડિવિઝન પોલીસે ત્રણ ટેન્કર ઝડપી પાડયા હતા. જેમાં કોઈપણ જાતની સેફટી વીના બેઝઓઈલનું વધુ પ્રમાણમાં સંગ્રહ કરાયું હતું. જે અંગે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયો હતો.પ્રાપ્ત વિગતો મુજબ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા કીર્તિકુમાર બાબુલાલ ગેડીયાએ આરોપી નરેન્દ્ર ભવરલાલ નીમાવત વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો હતો. આવશ્યક ચીજ વસ્તુ ધારાની કલમ તળે આરોપીએ બેઝઓઈલનું વધુ પ્રમાણમાં સંગ્રહ કરી સ્થાનીકે કોઈ સેફટીના સાધનોની વ્યવસ્થા ન કરી ગુનો આચર્યો હતો. ગત તા. પ-૭-ર૧ના પોલીસે સદ્‌ગુરૂ વે-બ્રીજ પાછળ પાર્કિંગમાંથી ત્રણ ટેન્કર ઝડપી પાડયા હતા. જેમાંથી એક ટેન્કરમાં બે ટન, બીજા ટેન્કરમાં આઠેક ટન અને ત્રીજું ટેન્કર ખાલી જણાયું હતું. પોલીસે જે તે વખતે કરેલી કાર્યવાહી બાદ હવે વિધિવત ગુનો નોંધાયો છે.