ગાંધીધામમાં જો જો..ચાના ગલ્લા-લારીઓ ન બને સુપરસ્પ્રેડર્સ..?

ગાંધીધામની બજારો સહિતનઓને હાથ જોડીને બંધ કરાવવા નીકળી પડેલા અમુક રાજકારણીઓને આવા ગલ્લાઓ કેમ ન દેખાયા?

જવાહર ચોક પાસે,મેઈન બજારમાં ચાની પ્રખ્યાત દુકાને ચુસ્કી લેવા મોટા ઉપાડે ભીડ થાય છે એકત્રીત..માસ્ક માટે પ૦૦-૧૦૦૦ વસુલતી પોલીસ સહિતનાઓને આવી ચાની લારીઓએ એકત્રિત થતી ભીડ કેમ નથી દેખાતી?

ગાંધીધામ : કોરોના મહામારી માજા મુકી રહી છે. કચ્છમાં પણ સરકારી માળખુ ટુંકુ પડી રહ્યુ છે. આવામાં વાસ્તવિક રીતે જ કોરોનાની ચેઈન તુટે તે માટેના પ્રયાસો કરવામા આવે તે ખુબ જ જરૂરી છે. માસ્ક ન પહેરનારને પોલીસ સહિતનાઓ ૧૦૦૦નો દંડ કરી અને મોટુ કામ કરી લીધાની બહાદુરી દર્શાવી રહ્યા છે પરંતુ હકીકતમાં જે સુપરસ્પ્રેડર્સ કહી શકાય તેવાઓ તરફ ધ્યાન જ જતુ નથી અથવા તો જાણે કે ધ્યાન દેવુ જ ન હોય તેમ અહી મોટી સંખ્યામાં લોકોની ભીડ એકત્રીત થવા પામી રહી છે. ગાધીધામમાં પણ જવાહર ચોક, મેઈન બજારમાં પણ ચાયની ચુસ્કીઓની પ્રખ્યાત દુકાનો અને ઠેર ઠેર લારીઓ પણ ધમધમી રહી છે. અહી નાના દુકાનદારો કે ધંધાર્થીઓ પર ધોંષ બોલાવી જ ઘટે તેમ કહેવાનુ કોઈ કારણ નથી પણ માખીઓની જેમ જો ભીડ અહી ઉમટતી હોય તો તેને જરૂરથી અટકાવી જોઈએ.
આખુ ગાંધીધામ બે દીવસ બંધ રાખવામા આવી રહી છે તો આવી ચાયની વિલાસ અને દુકાનો-લારીઓ પણ કેમ બંધ કરવામાં નથી આવતી?