ગાંધીધામમાં જુગારધામ ઝડપાયું : ત્રણ મહિલાઓ પકડાઈ : બે ફરાર

ગાંધીધામ : શહેરના ગુરૂકુળ વિસ્તારમાં સિન્ધુવર્ષા ફાઉન્ડેશનમાં આવેલા એક મકાનમાં પોલીસે છાપો મારી જુગારધામનો પર્દાફાસ કર્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ગુરૂકુળ સિન્ધુવર્ષા ફાઉન્ડેશનમાં એક મકાનમાં રહેતી જયશ્રીબેન દિલીપભાઈ ધાલાણી પોતાના અંગત ફાયદા સારૂ બહારથી ખેલીઓ બોલાવી નાલના રૂપિયા ઉઘરાવી જુગાર રમતી રમાડતી હોવાની સચોટ બાતમી આધારે એ ડિવીઝન પીઆઈ બી.એસ. સુથારના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એચ.વી. ધેડા તથા સ્ટાફે છાપો મારી ગંજીપાના વડે જુગાર રમતા જયશ્રીબેન ધાલાણી (ઉ.વ.પ૦) ઉપરાંત નલિનીબેન અશોકકુમાર લાલચંદાણી (ઉ.વ.૬પ), માકબાઈ કરશન ગઢવી (ઉ.વ.૪૦)ને રોકડા રૂપિયા ર૪,૧૦૦ સાથે પકડી પાડી હતી. રેઈડ દરમ્યાન જાન્વીબેન ઉર્ફે ગુડી તથા રઝાક આગરીયા (રહે. બન્ને આદિપુર) નાસી જતા તેમના સામે પીએસઆઈ એચ.વી. ધેડાએ ગુન્હો નોંધી ધરપકડ કરવા ચક્રો ગતિમાન કરેલ છે.