ગાંધીધામમાં ગોવિંદસિંઘના પ્રકાશ-ઉત્સવની ભવ્ય ઉજવણી શરૂ

ગાંધીધામ : પૂર્વ કચ્છના ઔદ્યોગીક પાટનગરમાં ગત રોજથી ગુરૂગોવિંદસિંઘના ૩પ૧મા પ્રકાશપર્વની દબદબોર આરંભ કરવામાં આવ્યો છે જેમાં મોટી સંખ્યામાં આગેવાનો, શહેરીજનો, શહેરના અગ્રગણ્ય નાગરીકો સહિત પ્રજાજનો જાડાયા છે.
ગુરૂનાનકસિંઘ સભા દ્વારા ગાંધીધામ ખાતે ગાવિંદસિંઘના ૩પ૧મા પ્રકાશ ઉત્સવની ઉજવણી અંતર્ગત ગત રોજથી વિવિધ કાર્યક્રમો શરૂ કરવામા આવ્યા છે. ગત રોજ તા. પાંના સવારે ૧૦ કલાકે અખંડ પાઠ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામા આવ્યા હતા. ત્યાર બાદ બપોરે ર કલાકે નગર કીર્તનયાત્રા કાઢવામા આવી હતી. શહેરના મુખ્યવિસ્તારોમાં ફરી વળેલી આ યાત્રાએ ભારે આકર્ષણ જમાવ્યુ હતુ. જેમાં મોટી સંખ્યામં લોકો-આગેવાનો ઉમટયા હતા. યાત્રાનું ઠેર-ઠેર સ્વાગત-અભિવાદન કરવામા આવ્યુ હતું. તા. ૬ના એટલેે આજ રોજ સવારે ૪ઃ૩૦ પાંચ સુધી સીમરન વગેરે કાર્યક્રમો યોજાશે. સાતમીએ પણ વિવીધ કાર્યક્રમોનું આયોજન કરવામા આવ્યુ હતુ. ગત રોજ શરૂ થયેલા આ ધાર્મિક કાર્યક્રમમાં ગુજરાત વેરહાઉસ કાર્પોરેશનના ચેરમેન મંગલભાઈ માલી,ગાંધીધામ નગરપાલિકા અધ્યક્ષતા ગીતાબેન ગણાત્રા, સુરેશભાઈ શાહ, મોમાયાભા ગઢવી, મધુકાન્ત શાહ,સહીતના આગેવાનો સહિત મેાટી સંખ્યામાં લોકો ઉપસ્થિત
રહ્યા હતા.