ગાંધીધામમાં ગેરેજની એંગલમાં યુવકે ગળે ફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું

ગાંધીધામ : જિલ્લામાં આપઘાત-અકસ્માત મોતના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. તેવામાં ગાંધીધામ ખાતે ગેરેજ ધરાવતા યુવકે કંટાળીને ગળે ફાંસો ખાઈ લેતા મોતને વ્હાલું કર્યું છે. ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાંથી મળતી વિગતો મુજબ ઈન્દિરાનગર પાસે સ્મશાનના પુલિયાની બાજુમાં આવેલી ગેરેજમાં બનાવ બન્યો હતો. ૩પ વર્ષિય લાલબહાદુર વિસેશ્વરરામ નામના યુવાને પોતાની ગેરેજમાં આત્મઘાતી પગલું ભર્યું હતું. ગેરેજમાં એંગલની સાથે રસી બાંધી ગળેફાંસો ખાઈ જિંદગી ટુંકાવી હતી. જે અંગે બી-ડિવિઝન પોલીસે ગુનો દાખલ કરી પીએસઆઈ એન.આઈ.બારોટે આગળની તપાસ હાથ ધરી છે.