ગાંધીધામમાં કાર- એક્ટિવા વચ્ચે અકસ્માત : ભાઈ- બહેન ઘવાયા

ગાંધીધામ : શહેરમાં આવેલી તપ હોસ્પિટલ પાસેના ચાર રસ્તે પુરપાટ દોડતી કારે એક્ટિવાને ટક્કર મારતા ભાઈ- બહેનને ફ્રેકચર સહિતની ઈજાઓ થવા પામી હતી. પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે સાંજે છ વાગ્યાના અરસામાં વૈશાલી નીતિન ઠક્કર (ઉ.વ. ૧૯) તથા તેના ભાઈ શુભમ્‌ ઠક્કર (ઉ.વ. ૧૬) બંને ભાઈ- બહેન ટયુશનમાંથી પરત ઘરે જવા એક્ટિવા નંબર જી.જે. ૧ર સી.એચ. ૬૭૬૧ પર જતા હતા ત્યારે તપ હોસ્પિટલ નજીક ચાર રસ્તા પાસે કાર નંબર જી.જે. ૧ર ડી.એ. ૭૩૦૬ના ચાલક પ્રશાંત પ્રદિપભાઈ વરિયાણીએ એક્ટિવાને ટક્કર મારી રોડ પર પાડી દેતાં વૈશાલી તથા શુભમ્‌ને અસ્થિભંગ સહિતની ઈજાઓ પહોંચાડતા હોસ્પિટલમાં ખસેડાયા હતા. આદિપુર પોલીસે નીતિન નાથાલાલ ઠક્કર (રહે પ્લોટ નંબર પ૦૧, ડી.સી. / પ૪, આદિપુર)ની ફરિયાદ પરથી કાર ચાલક સામે ગુનો નોંધી હેડ કોન્સ. ચંદુભાઈ પાંડોરે તપાસ હાથ ધરેલાનું પીએસઓ ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું.