ગાંધીધામમાં કારમાં દેશીદારૂની હેરાફેરી કરતા સિનુગ્રાના બે શખ્સો ઝડપાયા

દારૂનો જથ્થો ગાંધીધામમાં વેચવા આવતા હોવાની બાતમીના આધારે એલસીબીએ પકડી પાડ્યા : ર.ર૮ લાખનો મુદ્દામાલ કબજે

ગાંધીધામ : શહેરમાં આવેલ સુંદરપુરી વિસ્તારમાં પાણીના ટાંકા પાસેથી એલસીબીએ બે શખ્સોને કારમાં દેશી દારૂની હેરાફેરી કરતા પકડી પાડ્યા હતા.
પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર પૂર્વ બાતમીના આધારે એલસીબી સ્ટાફે આજે સવારે અંજાર તાલુકાના સિનુગ્રા ગામે રહેતા અકબર લઘા સોઢા તથા મહેન્દ્ર માનસંગ કોલી વરના કાર નંબર જી.જે. એઈ ૬૪૪૬માં દેશી દારૂ લિટર ૬૦ કિ.રૂા. ૧ર૦૦ સિનુગ્રાથી ગાંધીધામ ખાતે વેચાણ અર્થે લઈ આવતા પકડી પાડયા હતા. ર લાખની કાર તથા ૬ મોબાઈલ મળી ર,ર૮,ર૦૦નો મુદ્દામાલ કબજે લઈ બંને આરોપીઓ સામે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે ફોજદારી નોંધાવી લોકઅપના સળિયા પાછળ ધકેલી દીધાનું હેડ કોન્સ. દેવરાજભાઈ આહિરે જણાવ્યું હતું.