ગાંધીધામમાં કથળતો કાયદો-વ્યવસ્થા : ખાખી જાગશે.?-દંડો ઉગામશે ખરૂં?

વ્યાજકંધવાદીઓએ ગાંધીધામના એક યુવાન કે જે નાહક-નિદોર્ષ હતો તેને આપઘાત કરવાની પાડી દીધી ફરજ..દેવુ-લેણું કોઈક કરી ગયો અને પઠાણી ઉઘરાણી વ્યાજકંધવાદીઓએ પરીવારજનો પર એટલી હદે કરી કે, પરીવારજનોનું જીવવુ જ દુષ્કર બનાવી દીધુ..આ ઘટનામાં પણ હજુ સુધી કોઈ જ કડક પગલા લેવાયા હોવાનું ન દેખાવુ..દરમ્યાન જ જીવલેણ હુમલાની ઘટનામાં આઠ-આઠ માસ સુધી ન્યાય ન મળતા મહીલા પોતાના પતીના
મૃતદેહને લઈને એસપી કચેરીએ દોડી જવાની ઘટના કહેવાય અતિ શર્મનાક.ઃ પ્રબુદ્ધવર્ગમાંથી ઉઠતી ચર્ચા

ગાંધીધામ : ગાંધીધામ : રાજયભરના વિશાળ ભુગોળ ધરાવતા કચ્છ જિલ્લામાં કાયદો-વ્યવસ્થાને વધોર ચુસ્ત-દુરસ્ત રાખવાને માટે બે પોલીસ બેડામાં વિભાજન કરવામા આવ્યુ છે પરંતુ હાલમાં જે રીતે ગાંધીધામ વિભાગમાં એક પછી એક ઘટનાઓ બની રહી છે તેને જોતા બે પોલીસ બેડાનું વિભાજન જોઈએ તેટલુ કારગર દેખાતું નથી. હાલમાં અહી ચોરી-તસ્કરી જેવી ઘટનાઓતો રૂટીન બની જ જવા પામી ગઈ છે પરંતુ અહીની આમપ્રજાના જાન-માલની સુરક્ષાના અભાવે કે પછી ફરીયાદ કર્યા બાદ પણ વિલંબીત કાર્યવાહીને લઈને થયેલા દેખાવો, રેલી, આશ્ચર્યજનક કાર્યક્રમો મારફતે ન્યાય મળવાની દાદ-ગુહાર લગાવતા કિસ્સા બની રહ્યા છે જે સમગ્ર સંકુલની સલામતી માટે ચિંતારૂપ અને પોલીસ બેડા માટે શર્મનાક જ કહી શકાય તેમ બની રહ્યુ છે.
ગાંધીધામમાં ન્યાય માટે લોકોએ ટળવળવું પડતુ હોય તેવી તાજેતરમાં બનેલી બે ઘટનાઓ અહી વિશેષ છણાવટ ઈચ્છી રહી છે. વાત કરીએ પ્રથમ બનાવની તો વ્યાજકંધવાદીઓ પોતાનો અધમ અને આતંક કેટલી હદે સંકુલમાં વકરાવી ચૂકયા છે તેનુ પ્રકરણ શહેર-સંકુલમાં ગાજયુ હતુ. વ્યાજે નાણા ઘરના એક સદસ્ય લીધા અને રફુચક્કર થઈ ગયો પરંતુ વ્યાજકંધ વાદીએ તેના પરીવારજનોનુ જીવવુ એટલુ દુષ્કર બનાવી દીધુ કે તેનો ભાઈ જે સામાન્ય ટયુશન શિક્ષક તરીકે ગુજરાત ચલાવતો હતો તેને આ વ્યાજકંધવાદીઓના જ અધમ-આતંકથી ત્રસ્ત થઈ અને આયખું ટુકાવી લીધાની ગંભીર બીના બની હતી. આ ઘટના બાદ પરીવારજનો તથા તેમના સમાજ સહિતનાઓ દ્વારા પોલીસ સમક્ષ આવેદન મારફતે ન્યાય માટેની ગુહાર લગાવી હતી. જો કે, હજુય આ ઘટનામાં વ્યાજકંધવાદીઓ પર શું કાર્યવાહી કરવામાં આવી તે તો સસ્પેન્સ જ બનેલ છે. આ ઘટનાના પડઘા હજુ તો સમ્યા પણ નથી કે, સંકુલની એક ભોગગ્રસ્ત પીડીતા પોતાના મૃતપતિના મૃતદેહ સાથે એસપી કચેરીએ ન્યાય મળવાની રજુઆત કરવા પહોંચી હોવાના અતિ કરૂણ અને પોલીસ માટે શરમજનક બનાવ જ બનવા પામી ગયો છે.
વ્યાજકંધવાદીઓએ ગાંધીધામના એક યુવાન કે જે નાહક-નિદોર્ષ હતો તેને આપઘાત કરવાની પાડી દીધી ફરજ..દેવુ-લેણું કોઈક કરી ગયો અને પઠાણી ઉઘરાણી વ્યાજકંધવાદીઓએ પરીવારજનો પર એટલી હદે કરી કે, પરીવારજનોનું જીવવુ જ દુષ્કર બનાવી દીધુ..આ ઘટનામાં પણ હજુ સુધી કોઈ જ કડક પગલા લેવાયા હોવાનું ન દેખાવુ..દરમ્યાન જ જીવલેણ હુમલાની ઘટનામાં આઠ-આઠ માસ સુધી ન્યાય ન મળતા મહીલા પોતાના પતીના
મૃતદેહને લઈને એસપી કચેરીએ દોડી જવાની ઘટના કહેવાય અતિ શર્મનાક. ઘરના એકના એક કમાઉ આધાર સમાન વ્યકિતનું મનોબળ માથાભારે-શિરજોર તત્વો યેનકેન પ્રકારે તોડી પાડે અને તેને મરવાનો વારો આવે કે ઘાતકી પગલુ લેવાની ફરજ પડે આનાથી વિશેષ મોટી શર્મનાક ઘટના ખાખી માટે કહી હોઈ શકે..!
ફરીયાદ લેવામાં વિલંબ, અરજીઓ લીધા બાદ ઠોસ કાર્યવાહીનો અભાવ સહિતની બુમરાડ સાથે આવેદનો આપવા, પોલીસ સામે વિરોધ થવાની વધતી ઘટનાઓમાથી વેળાસર બોધપાઠ નહી લેવાય તો આવનારા દીવસોેમાં પોલીસને માટે હજુય વધુ લાંછનરૂપ બીના બને તો નવી નવાઈ નહી કહેવાય. પોલીસતંત્રના ઉચ્ચ અધિકારીઓએ હકીકતમાં આવા અતિ ગંભીર પ્રકારના ઘટનાક્રમોમાંથી શબક લઈ અને ગુન્હાઓના ભેદ ઉકેલવામાં સ્ફુર્તી દેખાડવી જ જોઈએ.