ગાંધીધામમાં ઓનલાઈન જુગાર રમાડતો શખ્સ જબ્બે

The imaginary basketball arena is modelled and rendered.

મોબાઈલમાં તીનપતિનો રમાડાતો હતો હાર-જીતનો ખેલ

(ક્રાઈમ પ્રતિનિધિ)ગાંધીધામ : શહેરમાં અવારનવાર ઓનલાઈન જુગારના કારસ્તાનનો પર્દાફાશ થતો રહે છે ત્યારે વધુ એક ફરિયાદ નોંધવામાં આવી છે. ગાંધીધામમાં આવેલી ગાંધી માર્કેટ ફેમસ વડાપાંઉની ગલીમાં ઓનલાઈન જુગાર રમાડતા શખ્સ સામે એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાઈ છે.મળતી માહિતી પ્રમાણે મેઘપર બોરીચીમાં રહેતો ર૪ વર્ષિય આરોપી સંજય બલરામ અજવાણી (સીંધી) સામે પોલીસે ફરિયાદ નોંધાવી છે, જેમાં આરોપીએ પોતાના અંગત ફાયદા સારૂં કેઓઆરબીએફટીઝેડ ર૩પ૭ નામની સાઈટ પર ઓનલાઈન તીનપતિનો હારજીતનો જુગાર રમાડતો હતો.
પોલીસે રોકડા રૂા. ૧પ૦૦ સાથે ૧૦ હજારનો મોબાઈલ રેડમાં કબજે કર્યો હતો. તેમજ આરોપીની ધરપકડ પણ કરવામાં આવી હતી. આગળની તપાસ એ ડિવિઝન પોલીસે આરંભી છે.