ગાંધીધામમાં ઉછીના પૈસા આપવાની ના પાડતા મહિલા પર હુમલો

ગાંધીધામ : શહેરના કાર્ગો આઝાદનગરમાં એક શખ્સે વિધવા મહિલા પાસેથી ઉછાના પૈસાની માંગણી કરી હતી. જે આપાવાની ના પાડતા ઉશ્કેરાયેલા આરોપીએ ગુપ્તી વડે મહિલા પર હુમલો કર્યો હતો. બનાવને પગલે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોધાઈ હતી. પ્રાપ્ત વિગતો મુજબ મોસંબીબેન નટે આરોપી રફીક ઉર્ફે માટલો નામના આરોપી સામે ગુનો નોંધાવ્યો હતો. આરોપીએ ફરિયાદ વિધવા મહિલા પાસેથી જમવાની તેમજ ઉછીના પૈસાની માંગણી કરી હતી. ફરિયાદી મહિલાએ ઉછીના નાણાં આપવાની ના પાડતા ઉશ્કેરાયેલા આરોપીએ ગાળાગાળી કરી હતી અને પોતાના હાથમાં રહેલા ગુપ્તી ફરિયાદી મારવા જતાં જમણા ખંભાના ભાગે ઈજાઓ પહોંચી હતી. બનાવને પગલે ગાંધીધામ બી ડિવિઝન પોલીસે ગુનો નોંધાતા એએસઆઈ રિનલબેન બરાડિયાએ આગળની તપાસ હાથ ધરી છે.