ગાંધીધામમાં આયોજિત લોક દરબારમાં વ્યાજખોરીથી ત્રસ્ત લોકોએ કરી રજુઆત

પૂર્વ કચ્છ પોલીસના લોકદરબારમાં ચલકચલાણું

કચેરીમાં અરજદારોને એક-એકને બોલાવીને સાંભળ્યા તેને કઈ રીતે લોકદરબાર કહેવાય ! : પ્રજામાં ચર્ચા

ગાંધીધામ : ગાંધીધામ જિલ્લા પોલીસ દ્વારા લોક દરબાર યોજાયો હતો. જેમાં વ્યાજના ચક્રવ્યુહમાં ફસાયેલા લોકો દ્વારા રજૂઆતમાં આવી હતી. બોર્ડર રેન્જ આઈજીપી જે.આર. મોથલિયાની સૂચના અન્વયે વ્યાજ ખોરોની બદી સદ્દતર નાબૂદ તેમજ જરૂરી માર્ગદર્શન આપવા પૂર્વ કચ્છ એસપી મયૂર પાટીલ દ્વારા લોક દરબાર યોજાયો હતો. આ લોક દરબારમાં રપ અરજદારોએ રજૂઆત કરી હતી. જેનો નિકાલ કરવા ખાતરી અપાઈ હતી. તેમજ અરજદારોની રજૂઆત ધ્યાને લઈ જરૂરી પુરાવા મેળવી એફઆઈઆર દાખલ કરવા જણાવાયું હતું. અમુક કિસ્સામાં વ્યાજના પૈસાની અવેજમાં ચેક આપેલ હતા. જેની પણ તપાસ કરી કાર્યવાહી કરવા થાણા અધિકારીને સૂચના આપવામાં આવી હતી. પૂર્વ કચ્છ એસપી મયૂર પાટીલે વધુમાં વધુ નાગરિકોને પોલીસ ફરિયાદ કરવા આગળ આવવા જણાવ્યું હતું. લોક દરબારમાં અંજાર નાયબ પોલીસ અધિક્ષક ડી.એસ. વાઘેલા, ભચાઉ વિભાગના કે.જી. ઝાલા સહિત પોલીસ સ્ટેશનના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.