ગાંધીધામમાં આધેડે અગમ્ય કારણોસર કર્યો આપઘાત

વહેલી સવારે પોતાના ઘેર પંખા લટકીને આ ફાની દુનિયાને કરી અલવિદા

ગાંધીધામ : શહેરના સેકટર ૧૧/બી, ભારતનગરમાં રહેતા પપ વર્ષિય આધેડે પોતાના ઘેર અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. બનાવને પગલે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે અકસ્માત મોતનો મામલો દર્જ થયો હતો. પ્રાપત વિગતો મુજબ ગાંધીધામના સેકટર ૧૧/બી ભારતનગરમાં રહેતા પપ વર્ષિય નટવરલાલ મૂળજી ઠક્કરે આત્મઘાતી પગલું ભર્યું હતું. હતભાગીએ વહેલી પરોઢે સાત વાગ્યાના અરસામાં પોતાના ઘેર પંખામાં દોરી વડે ગળે ફાંસો ખાધો હતો. બનાવને પગલે હતભાગીના પુત્ર દીપક ઠક્કરે તાત્કાલિક ગાંધીધામની ખાનગી હોસ્પિટલમાં ખસેડતા ફરજ પરના તબીબે આધેડને મૃત જાહેર કર્યા હતા. જેના પગલે ગાંધીધામ એ ડિવિઝન પોલીસને જાણ કરાતા પોલીસે હતભાગીના મૃતદેહને પીએમ માટે ખસેડી અકસ્માત મોતનો મામલો દર્જ કર્યો હતો. જેને પગલે પીએસઆઈ જે.એન. ચાવડાએ આગળની તપાસ હાથ ધરી છે. ગાંધીધામ આધેડે આપઘાત કરતાંં પરિવારજનોમાં શોક સાથે અરેરાટી વ્યાપી ગઈ હતી.