ગાંધીધામમાંથી ૭પ હજારના દારૂ સાથે એક ઝડપાયો

ગાંધીધામ : ગાંધીધામ એ ડિવિઝન પોલીસે ૭પ હજારના દારૂ સહિત ૩.૭પ લાખના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. જ્યારે અન્ય એકને પકડી પાડવા તજવીજ હાથ ધરી હતી.
પ્રાપ્ત થતી વિગતો મુજબ ગાંધીધામ એ ડિવિઝન પીઆઈ એમ.એમ. જાડેજાએ બાતમીના આધારે નવી સુંદરપુરીના ભરવાડમાં રેડ પાડી હતી. જ્યાંથી રૂા.૭પ હજારની કિંમતની ગ્રીન લેબલ વ્હીસ્કીની ર૧૬ બોટલ તેમજ રૂા.૩ લાખની કિંમતની સ્વિફટ કાર સાથે ર૮ વર્ષિય આરોપી રાહુલ અંબાવીભાઈ સથવારાની ધરપકડ કરી હતી. જ્યારે અન્ય એક આરોપી દેવા જાખળને પકડવા તવીજ હાથ ધરી હતી.