ગાંધીધામમાંથી યુવતી પલાયન

ગાંધીધામ : શહેરના હાઉસીંગ કોલોનીમાં રહેતી યુવતી ગુમ થઈ જતાં પોલીસને જાણ કરાઈ હતી. પ્રાપ્ત વિગતો મુજબ હાઉસિંગ કોલોની સેકટર નંબર પ ગાંધીધામ રહેતી ૧૯ વર્ષિય યુવતી ગત તા. ૧-૯-૧૮ના સવારે કોલેજ જવાનું કહી ગયેલ જે આજદિન સુધી પરત નહીં આવતા અને જરૂરી ડોક્યુમેન્ટ સાથે લઈ ગયેલાનું જણાતા સગાસંબંધીઓમાં તપાસ કરતા કયાંથી પત્તો ન મળતાં યુવતિના પિતા અનિલકુમાર પરમાનંદ લાલવાણીએ બી ડિવિઝન પોલીસ મથકે ગુમ નોંધ નોંધાવતા એએસઆઈ ખીમજીભાઈ ખાખલાએ તપાસ હાથ ધરેલાનું પીએસઓ મોહનભાઈ ઉદાસીએ જણાવ્યું હતું.