ગાંધીધામમાંથી ચોરાયેલ બાઈક ચોરીનો આરોપી શાપર પોલીસના હાથે ઝડપાયો

આદિપુર રહેતા મિત્રે ગાંધીધામથી બાઈકને ચોરી વેચવા માટે આપેલાની પકડાયેલ આરોપીની કબૂલાત : આરોપીનો કબજા મેળવવા ગાંધીધામ પોલીસ શાપર-વેરાવળ જવા રવાના

ગાંધીધામ : રાજકોટ રૂરલ જિલ્લાના શાપર – વેરાવળ પોલીસે એક શખ્સને પકડી પાડી ગાંધીધામની બાઈક ચોરીનો ભેદ ઉકેલી લીધો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર શાપર – વેરાવળ પોલીસે સુઝુકી એક્સેસ મોટર સાઈકલને વેચવા માટે નીકળેલા શ્યામભાઈ થોભણભાઈ ટાળિયા (રહે. શાપર)ને શંકાસ્પદ હાલતમાં પકડી પાડ્યો હતો. આરોપી પાસેથી મળી આવેલ જી.જે.૩ એ.જી.૩ર૧ નંબરની મોટર સાઈકલના કાગળો ન હોઈ અને ચોરી કે છળકપટથી મેળવેલાનું જણાતા તેની આગવી ઢબે પૂછતાછ કરતા આદિપુર રહેતા મિત્ર મૈલેષ આહીરે ગાંધીધામમાંથી બાઈક ચોરીને પોતાને વેચવા માટે આપેલાનું જણાવતા ગાંધીધામ પૂર્વ કચ્છ એસપીને જાણ કરી હતી અને આરોપીને પકડી પાડ્યો હતો.  બાઈક ચોરી સંદર્ભે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે ફર્સ્ટ પ૭/ર૦૧૭ આઈપીસી કલમ ૩૭૯ મુજબનો ગુનો નોંધાયેલ હોઈ તપાસનીશ સહાયક ફોજદાર જેઠાલાલ બારોટ આરોપી તથા બાઈકનો કબજા મેળવવા રાજકોટ જવા રવાના
થયેલ છે.