ગાંધીધામમાંંથી ૩૨ હજારના શરાબ સાથે બે શખ્સો ઝડપાયા

ગાંધીધામ : અહીંના ગુરૂકુળ વિસ્તારમાંથી પોલીસે બે શખ્સોને મોંઘા પ્રકારના વિદેશી શરાબ સાથે ઝડપી પાડવામાં આપ્યા હતા. આરોપીઓના કબ્જામાંથી રૂપિયા ૩૨ હજાર ૫૦૦ની વ્હીસ્કી અને સ્કોચની ૧૮ બોટલ પોલીસે કબ્જે કરી હતી.પ્રાપ્ત વિગતો મુજબ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકના વિસ્તારમાં પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન પીઆઈ ડી.એમ. ઝાલા અને પોલીસ કોન્સ્ટેબલ યોગેશ ચૌધરીને મળેલી સંયુક્ત બાતમીને આધારે ગુરુકુળ વિસ્તારમાંથી આરોપી દિલીપ ભરતસિંગ બીષ્ટ અને પવન રાજન સોનીની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓના કબ્જામાંથી ઝેન ડેલિસ્ટ વ્હીસ્કીની ૧ લિટરની ૧૧ બોટલ કિ.રૂ. ૨૨,૦૦૦ તેમજ વેટ ૬૯ સ્કોચની ૧ લિટરના ૭ બોટલ કિ.રૂ. ૧૦,૫૦૦ તેમજ જીજે ૧૨ ઈસી ૭૫૫૮ કિ.રૂ. ૪૦ હજાર મળીને કુલ ૭૨,૫૦૦નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો