ગાંધીધામની સગીરાને ભગાડી જતા ભુજના શખ્સ સામે ફોજદારી

ગાંધીધામ : શહેરના ગણેશનગર વિસ્તારમાં રહેતી સગીર કન્યાનું અપહરણ કરી જતા શખ્સ સામે ગુન્હો નોંધાયો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ગણેશનગર વિસ્તારમાં રહેતી ૧૭ વર્ષિય સગીર કન્યાને ગત તા.૧/૧ર/૧૭ના સાંજે સાડા ચારેક વાગ્યાના અરસામાં ભુજના કૈલાષનગર બસ સ્ટેશન પાછળ રહેતા ભાવેશ પચાણ જજક લલચાવી ફોસલાવી લગ્ન કે બદકામ કરવાના ઈરાદે સગીરાના પિતાના વાલીપણામાંથી અપહરણ કરી જતા ગાંધીધામ બી ડિવીઝન પોલીસે સગીરાના પિતા કરમશી માલશી સીજુની ફરિયાદ પરથી આરોપી સામે ગુન્હો નોંધી પીઆઈ જે.પી. જાડેજાએ તપાસ હાથ ધરી હતી.