ગાંધીધામની બે ડયુટીચોર પાર્ટીને દિલ્હી ડીઆરઆઈનું તેડું

દિલ્હીની ટુકડીએ ગત સપ્તાહે એકાએક જ મુંદરામાં સરપ્રાઈઝ વિઝિટ લઈ અને ગાંધીધામ જીઆઈડીસીમાં કાર્યરત બે કંપનીઓના એન્ટી ડમ્પીંગ ડયુટી કારનામાઓનો કર્યો હતો પર્દાફાશ : ડીઆરઆઈના અધિકારીઓએ ચારથી પાંચ દિવસ મુંદરા-કંડલામાં જ ધામા નાખી આદરેલી તપાસ બાદ હવે બન્ને પેઢીઓને ખુલાસા માટે બોલાવાઈ દિલ્હી

 

ગાંધીધામની નવદુર્ગા એન્જીનીયરીંગ અને શ્લોક નામની કંપની ડયુટીચોરી સ્વીકારી લેશે, ભુલ માની લેશે તો ડયુટીની રકમ ઉપરાંત ૧પ ટકા પેનલ્ટીની રકમ ભરવાનો આવશે વારો..

 

જો કે, એન્ટી ડમ્પીંગ ડયુટી ભર્યા વિના જ આટઆટલો તગડો જથ્થો ગાંધીધામ જીઆઈડીસી સુધી પેહાંચે કેવી રીતે? : કસ્ટમ સહિતનાઓની ભૂમિકા પણ ચકાસવી જરૂરી

 

ગાંધીધામ : દેશની સ્થાનિક માર્કેટનેં ભાંગી નાખવાની દિશામાં ગાંધીધામની કેટલીક પેઢીઓ દ્વારા વિદેશથી માલ સસ્તા દામે મંગાવવી અને ગાંધીધામ-કચ્છ ઉપરાંત ભારતમાં વેંચવાના એક કારસ્તાનને તાજેતરમાં જ દિલ્હી ડીઆરઆઈ અને ગાંધીધામ ડીઆરઆઈના અધિકારીઓએ સાથે મીળ અને ખુલ્લો પાડી દીધો હતો. ગાંધીધામની જીઆઈડીસીમાં કાર્યરત નવદુર્ગા એન્જનીયરીગ અને શ્લોક નામની કંપનીઓના મુંદરા ખાતે આવેલા કન્ટેઈનરો-કન્સાઈન્મેન્ટને દીલ્હી ડીઆરઆઈની ટુકડીઓએ દ્વરા એન્ટી ડમ્પીંગ ડયુટીની શંકાના આધારે અટકાવી દીધા હતા અને મુંદરા ખાતે જ છથી વધુ જેટલા કન્ટેઈનરોની લાઈવ એકઝામિનેશન કરવામાં આવ્યા હતા. જેમાં એન્ટી ડમ્પીંગ ડયુટીનો કેસ બનતો હોવાનુ પ્રાથમિક તબક્કે
સામે આવવા પામી ગયુ હતુ. એન્ટી ડમ્પીંગ ડયુટી એટલે કે, ભારતમાં બનતી વસ્તુઓ ડોમેસ્ટીક બજારથી સસ્તા ભાવમાં ચીન સહિતના દેશોમાંથી આયાત કરવીઅ ને અહીની માર્કેટને ભાંગી નાખી અને સસ્તા દરે તે જવસ્તુઓ વેંચવી.
આવા કારસ્તાનીઓ સફળ ન થાય તે માટે ભારતે ચીન સહિતના ચાર જેટલા દેશોમાંથી આવતી કેટલીકવસ્તુઓ પર એન્ટી ડમ્પીંગ ડયુટી નાખી છે જેથી ડોમેસ્ટીક બજારના ભાવ મુજબ જ તેની પડતર આયાત કર્યા બાદ પણ રહે. એટલે કે સ્થાનિકે વેપાર વધુ પારદર્શકતાથી થાય. પરંતુ ગાંધીધામની બે પેઢીઓ દ્વારા આયાત કરાયેલા ટ્રેકટર-ટ્રોલીના પાર્ટસમાં એન્ટી ડમ્પીંગ ડયુટી બચાવી હોવાનું ફલિત થવા પામી ગયુ છે.
દરમ્યાન જ આ કેસમાં હવે જાણવા મળતી વધુ ઘનિષ્ઠ વિગતો અનુસાર દીલ્હી ડીઆરઆઈ દ્વારા ગાંધીધામની બે પેઢીઓને દિલ્હીનું તેડું મોકલાવી દીધું છે. એટલે કે, એન્ટી ડમ્પીંગ ડયુટીચોરી બાબતે નવદુર્ગા અને શ્લોક કંપનીના સુત્રોધારોના પુછાણાઓ લેવામા આવશે.
જો તેઓ આ મામલે ભુલનો સ્વીકાર કરી લેશે તો ડયુટીની રકમ ઉપરાંત નિયમ અનુસાર તેઓને ૧પ ટકા રકમ વધુ પેનલ્ટી પેટે ભરવાની આવી શકે છે તેમ પણ જાણવા મળી રહ્યુ છે. જે બે કંપનીઓના નામો સામે આવી રહ્યા છે તેમાં જોવાની અને મજાની વાત તો એ છે કે, એન્ટી ડમ્પીંગ ડયુટી ભર્યા વિના જ ગાંધીધામ જીઆઈડીસી સુધી આ બન્ને કંપનીઓએ આયાત કરેલો જથ્થો આવી પહોંચ્યો હતો? જેમાં શ્લોક કંપનીના જુના કન્સાઈન્ટમેન્ટ હતા જયારે નવદુર્ગા ઈન્જીનીયરના તો જુના સાથે તાજા અટલે કે હાલમાં આયાત કરેલા કનસાઈન્ટમેન્ટ હોવાનું પણ સામે આવી રહ્યુ છે. જો કે, મજાની વાત તો એ જ બની રહી છે કે, એન્ટી ડમ્પીંગ ડયુટી ભર્યા ઉપરાંત પણ આટઆટલો જથ્થો મુંદરાથી ગાંધીધામ જીઆઈડીસી સુધી આવી પહોંચ્યો જ કેવી રીતે? કસ્ટમસહિતનાઓના પણ આ બાબતે પુછાણાઓ લેવામા આવે તે જરૂરી બની ગયુ છે.