ગાંધીધામની ગાંધી માર્કેટમાં ઓનલાઈન જુગાર રમાડતો વધુ એક શખ્સ જબ્બે

ગાંધીધામ : ઔદ્યોગીક પાટનગર એવા ગાંધીધામ સંકુલમાં યુવાધનને ઓનલાઈન જુગારનું ઘેલું લાગ્યું હોય તેમ દિન પ્રતિદિન આ પ્રકારના કિસ્સા સામે આવી રહ્યા છે. ગઈકાલે કાર્યવાહી થયા બાદ વધુ એક શખ્સને પોલીસે ઝડપી પાડયો હતો. ગાંધીધામના ગાંધી માર્કેટમાં રાધે એકસચેન્જ નામની ઓનલાઈન તિનપતિનો જુગાર રમાડતા આદિપુરના મયુર દિલીપભાઈ સોનીને એ ડિવિઝન પોલીસે ઝડપી પાડયો હતો. જેની પાસેથી ૧૧૦૦ રોકડા અને ૧૦ હજારનો મોબાઈલ કબજે કરાયો હતો.