ગાંધીધામ : અહીંના સુભાષનગરમાં કુરિયરની કંપનીમાંથી થયેલી ચોરીના બનાવમાં સુપરવાઈઝર વિરૂધ્ધ જ વિધિવત ગુનો નોંધાયો હતો. ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ આઈડેટીફાઈ પ્લસ ડિલિવરી સર્વિસ પ્રા.લી. કંપનીમાં થયેલી ર.ર૭ લાખના મુદ્દામાલની ચોરી અંગે વિધિવત ફરિયાદ નોંધાઈ હતી. જેમાં ભાર્ગવભાઈ વિપુલભાઈ સુરાણીએ આરોપી વિશાલ રમેશભાઈ સોલંકી વિરૂધ્ધ ગુનો નોંધાવ્યો હતો. આરોપી ફરિયાદીની કંપનીમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરતો હતો અને ઓફિસના ટેબલના ખાનામાંથી રોકડા રૂા. ર, ર૭, ર૦૧ તેમજ ૩૦ હજારના છ પાર્સલની ચોરી કર્યા અંગે ગુનો નોંધાયો હતો.