ગાંધીધામના યુવાનને ન્યાય અપાવવા નિષ્પક્ષ તપાસની પોલીસની ખાત્રી

વ્યાજખોરોના ત્રાસથી એસીડ ગટવટાવી દેનારા યુવાને દમ તોડતા ઘેરા પ્રત્યાઘાત : વ્યાજકંદધાદીઓએ પરીવારને ત્રસ્ત કરી દીધા હોવાની રાવ અગાઉ પોલીસ મથકે આપી હોવા સહિતના મામલે કરાયા હતા આક્ષેપ

ગાંધીધામ એ ડીવીઝન પી.આઈ. શ્રી સુથારે ધોરણસરની તટસ્થ કાર્યવાહીની ઉચ્ચારી ખાત્રી

ગાંધીધામમાં એસીડ પીનાર યુવાને સારવાર દરમ્યાન દમ તોડ્યો
ગાંધીધામ :શહેરના ભારતનગરમાં રહેતા યુવાને એસીડ પી લેતા સારવાર દરમ્યાન દમ તોડી લીધો હતો.પ્રાપ્ત વિગતો મુજબ ટ્યુશન કલાસ ચલાવતા હાર્દિક જાષીએ કોઈ અગમ્ય કારણોસર એસીડ પી લીધું હતું. પ્રથમ સારવાર ગાંધીધામ લઈ વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયેલ જ્યાં સારવાર દરમ્યાન દમ તોડી દીધો હતો. હતભાગીએ પોતાના પાસે અમુક શખ્સો પૈસાની ઉઘરાણી કરી વારંવાર ધમકી આપતા હોવા અંગેની સુસાઈટ નોટ પણ લખી હતી. આ બાબતે ગાંધીધામ એ ડિવીઝન પોલીસ મથકના તપાસનીશ સહાયક ફોજદાર વિજયભાઈ મહેશ્વરીનો સંપર્ક સાધતા બનાવને સમર્થન આપ્યું હતું. પરંતુ હજુ સુધી અમદાવાદથી મરનાર હાર્દિકના કાગળો આવેલ ન હોવાનું જણાવ્યું હતું.

હતભાગી નિર્દોષ ટ્યુશન સંચાલકના છાત્રોમાં ભભૂક્યો આંતરીક રોષ : 
વિથાર્થી પ્રતિનિધિ મંડળ એસપીને આજે સાંજે પાઠવશે આવેદન

 

૫ોલીસની અપાયેલી ખાત્રીબાદ હવે કાર્યવાહી ભણી મંડાયા મીટ : સ્યુસાઈડનોટમાં ઉલ્લેખાયેલા તમામ નામો વાળા સખ્સોની કરાશે ધરપકડ ?

૫ીડીત ૫રિવાર હતભાગીના મૃતદેહ સાથે એસ૫ી કચેરી ધસી જાય તે પૂર્વે એ ડીવીઝન પી.આઈ.એ મધ્યસ્થતી પૂર્વકની કરી કાર્યવાહી

ગાંધીધામ : ગાંધીધામના યુવાને વ્યાજકંદવાદીઓની પઠાણી ઉઘરાણી, દાદાગીરીભર્યા ત્રાસ્તથી હતાશ થઈ અને એસીડ ગટગટાવી લીધી હોવાની ગંભીર ઘટના પ્રકાશમાં આવવા પામી હતી. શહેરના અપનાનગર વિસ્તારમાં રહેતા યુવાન અને તેના પરીવારજનોને તેઓએ જે વ્યવહર નથી કરેલા તેવા કરોડોના નાણા બાબતે તેમની કચેરી, જે મકાનમાં રહેતા હતા તેની ફાઈલ આ ઉપરાંત કોરા સ્ટેમ્પપેપર પર સહીઓ કરાવી લેવા સહિતના સિતમ પોલીસકર્મી સહિતની એક ચોકકસ સિન્ડીકેટ દ્વારા પડાવી લીધા બાદ પણ હેરાન-પરેશાન કરી અને ધાક ધમકી રોજ બરોજ નીતનવી આપવામા આવી રહી હોવાની ચીઠ્ઠી લખી અને એસીડ ગટગટાવી લીધુ હતુ અને તેના સમગ્ર સંકુલમાં ભારે ઘાત-પ્રત્યાઘાત પડયા હતા. આ કેસમાં હતભાગીએ તેની સાથે થઈ રહેલી હેરાનગતી અંગે ગાંધીધામના પોલીસ મથકમાં લેખિતમાં અરજી આપ્યા છતા પણ તેને કાયદાકીય રક્ષણ કે અન્યાયકર્તાઓની સામે કોઈ જકડક કાર્યવાહી કરવામા આવતી ન હોવાનો પણ નામજાગ ઉલ્લેખ કરવામા આવ્યો છે. કમભાગ્યે સારવાર દરમ્યાન જ આ હતભાગીએ ગત રોજ દમ તોડી દીધો છેફ.
દરમ્યાન જ આ બાબતે ગાંધીધામ પોલીસ મથકના એ ડીવીઝનના પી.આઈ. શ્રી સુથારને પુછતા તેઓએ સમગ્ર કેસની ઝીણવટપૂર્વકની તપાસ ચાલી રહી છે અને દુધનું દુધ અને પાણીનું પાણી આ સમગ્ર કેસમાંકરી અને કાયદો કડકાઈપૂર્વક તટસ્થકાર્યવાહી હાથ ધરશે અને હતભાગીને ન્યાય આપવામા આવશે તેવી ખાત્રી ઉચ્ચારવામા આવી છે.