ગાંધીધામના મીઠીરોહર પાસેના બેન્સામાં લાગી ભીષણ આગ

આગના બનાવને પગલે 6 ફાયર ફાઈટરો ઘટનાસ્થળે : સદ્દનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ નહિ

ગાંધીધામ : તાલુકાના મીઠીરોહર નજીકના બેન્સામાં ભીષણ આગનો બનાવ બન્યો હતો. અગમ્ય કારણોસર લાગેલી આગને પગલે દોડધામ મચી ગઈ હતી. આગને કાબૂમાં લેવા માટે 6 ફાયર ફાઈટરો ઘટના સ્થળે દોડી ગયા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ ગાંધીધામના મીઠીરોહર નજીકના અરૂણાચલ બેન્સામાં ભીષણ આગ લાગી હતી. અગમ્ય કારણોસર લાગેલી આગને પગલે નાશભાગ મચી ગઈ હતી. બનાવની જાણ ગાંધીધામ સુધરાઈ અને ઈમરજન્સી રીસ્પોન્સ સેન્ટરને કરાતા ફાયર ફાઈટરો ઘટના સ્થળે દોડી આવી હતી. ગાંધીધામ નગરપાલિકા, ઈમરજન્સી રીસ્પોન્સ સેન્ટર અને કંડલા પોર્ટની મળીને 6 ફાયર ફાઈટરો ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર ફાઈટરોએ આગ પર પાણીનો મારો ચલાવી કાબૂમાં લેવા પ્રયત્નો હાથ ધર્યા હતા. લાકડામાં લાગેલી આગ ખૂબ જ ભીષણ હતી. સદ્દનસીબે આગની ઘટનામાં કોઈને જાનહાનિ પહોચી ન હતી. પરંતુ આગને કારણે મોટા પ્રમાણમાં નુકશાની થઈ હતી. આગ કઈ રીતે લાગી તેનું કારણ હજુ સ્પષ્ટ પણે જાણવા મળ્યુ નથી.