ગાંધીધામના પાંચપોઠીયા પક્ષના રાષ્ટ્રીય કાર્યક્રમમાં ન ડોકાતા તર્કવિતર્કો

  • કાચીંડાની જેમ રંગ બદલે છે ને..! તકવાદી ઝભ્ભાલેગાવાળા..!

શહેર સંગઠન-સુધરાઈની સમીતીઓના ચેરમેનો સહિતની વરણી બાકી હતી ત્યા સુધી ગાધીધામના પાંચ પાંઠીયાઓ, બની બઠેલા કઈક નગરસેવકો સહિતની ટોળકી ઠેર-ઠેર કાર્યક્રમોમાં દોડી જતી હતી, કેટલીક જગ્યાએ તો સવાર પડેને સામેથી ફોન કરી આજે કયાં રસીકરણનો કાર્યક્રમ હશે, ત્યા જાન-ન પહેચાન મે તેરા મહેમાન બનીને ઉભા રહી જતા..પણ હવે સંગઠનની વરણીઓ થઈ ગઈ, સમીતીઓ બની ગઈ, એટલે ગરજ સરી એટલે વૈધ વેરીના તાલે આ તકવાદી તત્વો પક્ષની ગરીમા-શિસ્તને પણ ચુકી ગયા હોય તેમ ઈમરજન્સીના કાળા દીવસના રાષ્ટ્રીય કાર્યક્રમના ભાગરૂપે યોજાયેલી પ્રોગ્રામમાં પણ ન ડોકાયા..! : એમએલએશ્રીની ગેરહાજરી પણ બની ખટકારૂપ

જિલ્લા ભાજપ પ્રમુખશ્રીએ હકીકતમાં આ રીતે ગેરહાજર રહેલા તત્વોનો લેવો જોઈએ ઉધડો..!

ગાંધીધામ : રાજકારણમાં ઝભ્ભાલેંગાધારીઓ કેટલા તકવાદી અને લેભાગુ બની ગયા છે કે, ખુદના ઉલ્લુ સીધા થતા હોય તો હરખપદુડાઓ થઈ અને પ્રજાની સેવાના ડોળ કરી અને તે હેતુઓ સિદ્ધ ન થતા દેખાય એટલે પક્ષની શિસ્ત અને ગરીમાઓને પણ કોરાણે મુકતા વાર કરતા નથી. આવો જ તાલ હવે ગાંધીધામમા પાંચ પોઠીયા તરીકે પ્રખ્યાત થઈ ગયેલા ઝભ્ભાલેંગાધારીઓ કે જેઓ કાચીંડાની જમે રંગ બદલતા ફરે છે તેઓને લઈને પણ થયો હોવાનુ રાજકીય બેડામાં ચર્ચાય છે.ગત રોજ દેશમાં ઈમરજન્સીના કપરાકાળ અને કાળા દીવસની સ્મૃતી તાજી કરી ભાજપના જુના જનસંઘીઓની સેવાઓ અને તે વખતની સરકાર દ્વારા લીધેલ નિર્ણયને વખોડવા માટેના રાષ્ટ્રીયકક્ષાએ ભાજપ દ્વારા કાર્યક્રમો યોજાયા હતા. ગાધીધામ ખાતે પણ આ કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ હતુ. પરંતુ છાશવારે હાલતે ચાલતે દરેક જગ્યાએ હરખપદુડા બનીને દોડી જનારા તત્વો ગઈકાલના કાર્યક્રમમાં ન ડોકાતા તર્કવિતર્કો ઉભા થવા પામ્યા છે. જાણકારો કહી રહ્યા છે કે, જયા સુધી શહેર સંગઠનની વરણી નથી થઈ, સુધરાઈની સમિતીઓ નિયુકત ન હોતી કરાઈ ત્યા સુધી પાંચ પોઠીયાઓ સહિતનાઓ ઠેર ઠેર ડોકાતા હતા પરંતુ હવે શહેર સંગઠન વરાઈ ગયુ, સુધરાઈમાં પણ સમીતીઓ બની ગઈ એટલે મોઢુ ધોઈને બેઠેલા આ પાંચ પોઠીયાઓની લાલચ પણ સમી ગઈ અથવા તો તેઓ હોદાના નામે હાથ મસળતા જ રહી ગયા હોવાથી હવે તેમને પક્ષના કાર્યક્રમોમાં રસ જ ન રહ્યો હોય તેમ ગેરહાજર રહ્યા છે. નહી તો ગઈકાલે યોજાયેલ કાર્યક્રમ તો રાષ્ટ્રીય સ્તરનો હતો. તેમા તો ફરજીયાત બધાય હાજર રહેવાનુ હતુ. પણ બે-ચાર નગરસેવકોને બાદ કરતા મોટાભાગના નગરસેવકો તથા પાંચ પોઠીયાઓ અને ખુદ પ્રમુખ પણ આ કાર્યક્રમમાં કયાય જોવા ન મળતા તેઓની સામે પણ સવાલો ઉભા થવા પામ્યા હતા. હકીકતમાં આ બાબતે જિલ્લા ભાજપ પ્રમુખે પણ ગેરહાજર રહેલાઓના કડક પુછાણા લેવા જોઈએ.ઉધડો લેવો ઘટે કે એવા તો અન્ય કયા મહત્વના કાર્યક્રમમાં રોકાયેલા હતા કે પક્ષના રાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમમા હાજર રહેવાની તસ્દી આ તમામ તકસાધુઓએ ન લીધ..?