ગાંધીધામના નરેન્દ્ર પટેલ હત્યા કેસમાં ૪ને આજીવન કેદની સજા

દીનેશનો કેસ બાળઅદાલતમાં ચાલશે
ગાંધીધામ : ગાંધીધામમાં વર્ષ ર૦૧પમાં નરેન્દ્ર પટેલ નામના શખ્સની હત્યાનો ગુન્હો બન્યો હતો જેમાં ચારને આજ રોજ કસુરવાર ઠેરવવામાં આવ્યા છે જયારે એક દીનેશ લાખા જાગી નામનો શખ્સ ઘટના વખતે ૧૬વર્ષનો હોવાથી તેનો કેસ અલગથી બાળઅદાલતમાં ચલાવવામા આવશે તેમ સરકારી વકીલ શ્રી ડી.બી.જાગીએ જણાવ્ય હતુ.

 

ગાંધીધામ : શહેરમાં વર્ષ ર૦૧પમાં થયેલા બહુચર્ચીત હત્યા કેસમાં ચાર જેટલા શખ્સોને કસુરવાર ઠેરવી આજીવન કેદની સજાનું હુકમ એડી.સેસન્સ જ વી.એ.બુદ્ધા સાહેબની કોર્ટે ફરમારવ્યું છે.
શહેરના સુંદરપુરીમાં રહેતા નરેન્દ્ર પટેલની ચારથી પાંચ શખ્સાએ વર્ષ ર૦૧પમાં નિર્મમ હત્યા નિપજાવ્યાની ઘટના બની હતી જેની ધોરણસરની કાર્યવાહી હાથ ધરાયા બાદ આજ રોજ ગાંધીધામના અધિક સેસન્સ ન્યાયાધીશશ્રી વી.એ.બુદ્ધા સાહેબ દ્વારા આ કેસમાં મહેશ લાખા સહિત ચાર શખ્સોને ૩૦રની આઈપીસી કલમના હત્યાના ગુન્હા તળે કસુરવાર ઠેરવી આજીવન કેદની સજા તથા ૨૪૦૦૦નો દંડનો હુકમ કર્યો હોવાનું આ કેસમાં ધારદાર દલીલો કરનારા સરકારી વકીલ ડી.બી.જાગીની યાદીમાં જણાવાયુ છે. શ્રી જાગીએ આપેલી પુરક વિગતો અનુસાર જ આ જ રોજ તકસીરવાન ઠેરવાયેલા છે તેમાં મહેશ લાખા જાગી, મનુ લાખા જાગી, શંભુ લાખા જાગી અને દીપક લાખા જાગીનો સમાવશ થાય છે.
આ ઘટનામાં નરેન્દ્ર પટેલ પર ચાર શખ્સોએ હુમલો કર્યો હતો અને પ્રાથમિક તબક્કે ૩૦૭ની આઈપીસી તળે ગુન્હો નોંધવામા આવ્યો હતો જે ભોગગ્રસ્તનું હોસ્પટલમાં સારવાર દરમ્યાન મોત નિપજતા ૩૦રની હત્યાની કલમનો ઉમેરો કરવામા આવ્યો હતો. જે પછી આજ રોજ આ કેસમાં ચાર સખ્સોને સજાનું હુકમ ફરમાવાયું છે.