ગાંધીધામના ધારાસભ્યશ્રી લીલાશા કુટીયા કોવિડ કેરની વિશેષ ચિંતા કરે જ શું કામ..?

  • લીલાશા કુુટિયા અંજારમાં હતુ અને છે..બૂમબરાડા ન કરો..!

લીલાશા કુટીયાની હદ મામલે નારાજગી અને રજુઆતો ટાંકણે જાણકારોનો સુચક ઈશારો : લીલાશા કુટીયા કોવિડ કેરની સફળતા તો વાસણભાઈની કવાયત-મહેનતને છે આભારે, આખેઆખી ગ્રાન્ટ કેારેના મુદ્દે ફાળવી આપી, અને ફાળવે પણ શુ કામ નહી.? લીલાશા કુટીયા આવે છે અંજારની હદમાં, તેઓની બને પ્રાથમીક ફરજ, ગાંધીધામના ધારાસભ્યશ્રી તો વીઆઈપી કોઈ આવે તો સાલ ઓઢાડવા પુરતા જ દેખાયા હતા, અને એટલુ જ કરેને..કારણ કે લીલાશા કયાં ગાંધીધામ મતવિસ્તારમાં આવે જ છે ખરૂ ? : પ્રબુદ્ધવર્ગનો નવતર મત

ગાંધીધામ : ભુજની જી.કે.જનરલ હેાસ્પિટલ સમાંતર જ સારૂ અને વિશાળ માળખુ ધરાવનારા પૂર્વ કચ્છના લીલાશા કોવિડ કેર સેન્ટરની હદને લઈને નારાજગી સાથે રજુઆતો અને સવાલો ઉભા થવા પામી રહ્યા છે. માંગ કરનારાઓ કહી રહ્યા છે કે લીલાશા કુટીયા અંજારના મેઘપર બોરીચીની હદમાં આવે છે જયારે જિલ્લા પ્રસાસન-ડીડીઓ તેને ગાંધીધામની હદમાં દર્શાવે છે. પરંતુ બીજીતરફ આ તબક્કે પ્રબુદ્વવર્ગ સ્પષ્ટ મત વ્યકત કરતા જણાવી રહ્યા છે કે, લીલાશા કુટીયા અંજારમાં જ હતુ અને મેઘપર બોરીચીની હદમાં આવતુ હોવાથી તે અંજાર તાલુકાના વિસ્તારમાં જ સમાવિષ્ટ છે. કોવિદ કેરમાં તો સેવાઓ જે કરાઈ તે એનજીઓ ગાંધીધામ વિસ્તારની હતી. બાકી લીલાશા કોવિડ કેર તો અંજારમાં જ આવે છે? કોણ કહે છે કે, ગાંધીધામમાં આવે છે? કોરોનાની બીજીલહેરમાં પણ અહી જે કાંઈ મહેનત કરી છે તે અંજારના જ ધારાસભ્યશ્રી વાસણભાઈ એ જ કરી છે. ગાંધીધામના ધારાસભ્યએ આ કોવિદ કેરને કોઈ લાભ અપાવ્યા જ કયાં છે? ગાંધીધામના ધારાસભ્યશ્રીએ લીલાશા કુટીયા કોવિડ કેરમાં મેડીકલ સાધનો-મશીનો-ઓકિસજન કે તબીબો સહિતની કોઈ જ સેવાઓ પુરી પાડવા કયા કઈ મહેનત કરી છે જ ખરી? અને તેઓ કરે પણ શા માટે? તેમની હદ વિસ્તારમાં લીલાશા કોવિડ કેર આવતુ જ નથી? ગાંધીધામના ધારાસભ્ય તો એટલે જ માત્ર લીલાશા કોવિડ કેરમાં કોઈ વીવીઆઈપી આવે તો તેમને શાલ ઓઢાડવા પુરતી જ તસ્દીઓ લીધી છે.એથી વિશેષ ગાંધીધામના ધારાસભ્યએ આ કોવિદ કેરને માટે કોઈ વિશેષ ચિંતા કરી જ છે કયા? આ તો ભલુ થજો વાસણભાઈનુ કે જેઓએ અહી તમામ માળખાકીય વ્યવસ્થાઓ કરાવી. એટલુ માત્ર જ નહી પણ વાસણભાઈએ તો ધારાસભ્ય તરીકેની પોતાની ગ્રાન્ટ આખેઆખી આવા સારા હેતુઓ પાછળ ઉપયોગમાં આપી દીધી, અન્યોએ તો ગ્રાન્ટમાથી નાની સુની રકમ પણ જાહેર નથી કરી.એટલે લીલાશા કુટીયા કોવિડ કેરમાં વાસણભાઈએ જ વધારે રસ લીધો તેમા કેાઈ મીનમેન નથી અને લે પણ ખરા કારણ કે લીલાશા કોવિડ કેર અંજારની જ હદમાં આવતુ હતુ એટલે તેમની પ્રાથમિકતા બની જાય તેમ હતુ. ગાંધીધામના ધારાસભ્ય તેમના હદમાં આ લીલાશા કોવિડ કેર આવતુ જ ન હોય તો શુ કામ રસ લે..? એ પણ સમજી શકાય તેવી વાત છે. અને તેથી જ વીઆઈપી આવે કે સાલ ઓઢાડી જસ લવા પુરતા જ તેઓ દોડતા દેખાતા હતા. માટે બુમબરાડા જે કોઈ કરી રહ્યા હોય તેઓએ ન કરવા જોઈએ. કારણ કે લીલાશા કુટીયા અંજારમાં જ હતુ અને અંજારમા જ છે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. અલબત્ત વાસણભાઈએ જાગતા રહેવુ જોઈએ, કે મહેનત તેઓ કરે, ગ્રાન્ટ આખેઆખી તેઓ ફાળવી દે, વ્યવસ્થાઓ તાબડતોડ તેઓ જ કરાવે અને જશ ખાટવાનો વારો આવે તો બીજા કોઈ ફાવી જાય.આવુ ન બને તે માટે વાસણભાઈએ પણ જાગૃતતા તો દાખવવી જ ઘટે તેમ પણ રાજકીય તજજ્ઞો માની રહ્યા છે.