ગાંધીધામના ચકચારી હિટ એન્ડ રન કેસમાં  પંકીત મોતાને ૭ વર્ષની સજાનો આદેશ

ગાંધીધામના નાયબ અધિક સેસન્શ જજ વી.આર.બુધ્ધાનો ધાક બેસાડતો આદેશ : સરકારી વકીલ ડી.બી.જોગીની જહેમત ફળી

 

ગાંધીધામ : તાઃ૧૪-૩-ર૦૧૭નાં રાત્રીનાં અગીયેરક વાગ્યે એક ફોરચ્યુનર કાર તેના રજી.નં. જીજે ૧ર સીપી ૮૩૦૯ વાળી આદીપુર તરફથી પુર ઝડપે આવી ઈફકોનાં ગેઈટ સામે પ્રથમ એકટીવા બાઈક ને હડફેટે લઈ એકટીવા ચાલકનું સ્થળ પર મોત નિપજાવી તથા બે મહિલાએને ગંભીર ઈજા કરી તથા અન્ય માણસોને ઈજા કરી કાર ચાલક ભાગી ગયેલ. તે મુજબ ગાંધીધામ બી ડીવીઝન પો.સ્ટે.માં જાણવા જાગ દાખલ થયેલ. ત્યારબાદ તપાસ કરનાર પોલીસ અધિકારી બનાવ સ્થળે તથા હોસ્પિટલ જઈ તપાસ હાથ ધરેલ. દરમ્યાન પ્રથમ આઈ.સી. કલમ ર૭૯,૩૦૪એ, ૩૩૭, ૩૩૮ એમ.બી. એકટ ૧૭૭, ૧૮૪, ૧૩૪, મુજબ ગુન્હો ફોરચ્યુનર ચાલક વિરૂધ્ધ ગુન્હો દાખલ થયેલ. ત્યારબાદ તપાસ દરમ્યાન ફરિયાદીનો નિવેદનથી ફોરચ્યુનર ચાલક પંકીલ સુનીલ મોતા હોવાનું જાહેર થયેલ. બાદમાં ગંભીર ઈજા પામનાર મેઘીબેન તથા લમખણનું સારવાર દરમ્યાન મોત થયેલ. અને બનાવમાં અન્ય આ સાહેદને ઓછી વતી ઈજાઓ થયેલ. તપાસ દરમ્યાન પોલીસને ગુન્હો આઈ.પી.સી.૩૦૪(ર) મુજબને અતિ ગંભીર પ્રકારનો હોવાનું ખુલતા તે મુજબ ઉમેરો કરવામાં આવેલ. ગાંધીધામ બી ડીવીઝન પોલીસ ભાગી ગયેલ આરોપી પંકીત સુનીલ મોતાની ઘરપકડ કરી કોર્ટનાં હવાલે કરેલ નામદાર કોર્ટ આરોપીની જામીન અરજી નામંજુર કરેલ. ત્યારબાદ પોલીસ અધિકારી દ્વારા તપાસ પૂર્ણ થતાં આરોપી વિરૂધ્ધ નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરતાં આરોપીએ ફરી વખત જામીન અરજી કરતાં નામદાર કોર્ટ આરોપીને જામીન મુકત કરેલ. આ ચકચારી કેસ પુરાવા પર આવેલ. પુરાવા દરમ્યાન પ્રોસીકયુસન તરફે ફરીયાદી તથા પંચો તથા નજરે જાનાર સાહેદોની જુબાની હજુ કરેલી. તેમજ પોલીસ અધિકારી તથા ડોકટરની જુબાની પણ નામદાર કોર્ટમાં લેવામાં આવેલ.આમ પ્રોસીકયુસન તરફે મોખીક,લેખીત, દસ્તાવેજી પુરાવા રજુ કરવામાં આવેલ. આમ સમગ્ર કેસનો પુરાવો જાતાં વકીલ ડી.બી.જાગીએ ધારદાર દલીલો કરેલ. અને ગુન્હાની ગંભીરતા જાતાં અને ગુન્હાની જાગવાઈને ધ્યાને લઈ આરોપીને વધુમાં વધુમાં સજા કરવામાં નામદાર કોર્ટને ધારદાર રજુઆત કરતાં ના.અધિક સેસન્શ જજ શ્રી વી.આર.બુધ્ધા સાહેબ આરોપીને સાત વર્ષની સખત કેદની સજા તથા છ લાખનો દંડ ફરકારતો હુકમ કરેલ છે. અને રૂ. છ લાખ માંથી મરણજનાર ત્રણેયને દોઢ દોઢ લાખ રૂપિયા તથા બાકીની રકમ ઈજા પામનારાઓને ચુકવવાનો હુકમ કરેલ છે.