ગાંધીધામના ખુન કેસમાં નિર્દોષ છુટકારો

ગાંધીધામઃ તા.૦૧-૦ર-૧૬ થી તા.૦પ-૦ર-૧૬ના સમયગાળા દરમ્યાન અમરચંદ સિંઘવી સ્કુલ પાછળ ઝાડીમાં ગાંધીધામ ખાતે કોઈપણ સમયે કરવામાં આવેલ ગુજરનાર બહેનના ખુન કેસમાં આરોપી વાલજી કાનાભાઈ આહીરને નામદાર એડી.શેશન્સ જજ સાહેબની કોર્ટ ગાંધીધામ દ્વારા તા.૧૧-૦૧-૧૮ના રોજ નિર્દોષ ઠરાવી છોડી મુકવામાં આવેલ છે.
આ કામે પ્રોસીકયુશનના કેસ મુજબ ફરીયાદીની પત્ની ગુજરનારને તા.૦૧-૦ર-૧૬ના કલાક ૦૪ઃ૦૦ સુુમારે ગુજરનાર બહેનને આરોપી પોતાની મોટર સાઈકલ પર લઈ જઈ તા.૦પ-૦ર-૧૬ના કલાક ૧૭.૪પ દરમ્યાનના કોઈ પણ સમયે ગાંધીધામ ખાતે અમરચંદ સિંઘવી સ્કુલની પાછળ આવેલ પ્લોટમાં બાવળની ઝાડીમાં ગુજરનારને સાડી વડે ગળે ટુપો આપી મોત નિપજાવી ખુન કરી નાસી જઈ આ બાબતે ફરીયાદીએ ગાંધીધામ એ.ડીવી.પો.સ્ટે.માં તા.૦૬-૦ર-૧૬ના રોજ આરોપી વાલજી કાનાભાઈ આહીર વિરૂદ્ધ આઈ.પી.સી.કલમ ૩૦ર તથા એટ્રોસીટી એકટની કલમ ૩(ર)(પ) તળે ગુન્હો કર્યાની ફરીયાદ આપવામાં આવેલ. ઉપરોકત ગુન્હાકામે પોલીસ દ્વારા આરોપીની અટક કરી તેમના વિરૂદ્ધ ચાર્જસીટ કરવામાં આવેલ. ઉપરોકત ગુન્હાની ટ્રાયલ અત્રેની નામદાર એડી.શેશન્સ જજ સાહેબની કોર્ટ ગાંધીધામ કચ્છ ખાતે ચલાવવામાં આવેલ ઉપરોકત કામે પ્રોસીકયુશન તરફથી કુલ ૧૯ સાહેદો તપાસવામાં આવેલ તથા ૪૦ દસ્તાવેજો રજુ કરવામાં આવેલ ઉપરોકત ગુન્હાકામે પ્રોસીકયુશનને પોતાનો કેસ સાબીત કરી શકેલ નથી. તે આધારે ગઈ તા.૧૧-૦૧-૧૮ના રોજ નામદાર બીજા એડી.શેશન્સ જજ સાહેબ ગાંધીધામ કચ્છ દ્વારા આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનું હુકમ ફરમાવેલ છે.
આ કામે આરોપીના બચાવ પક્ષે એડવોકેટ વરજાંગ એન.ગઢવી, તથા યાકુબ એ.થારાણી, તથા નિતેશ એ.ગઢવી હાજર રહી દલીલો રજુ કરેલ આ રીતે ઉપરોકત ખુન કેસમાંથી આરોપીઓ વાલજી કાના આહીરને નિર્દોષ ઠરાવી છોડી મુકવામાં આવેલ છે.