ગાંધીધામથી સગીરાનું અપહરણ કરનાર શખ્સ મોરબીથી ઝડપાયો

ગાંધીધામ : મોરબી જીલ્લા પોલીસ વડા એસ.આર.ઓડેદરાની સુચના તથા ડીવાયએસપી રાધીકા ભારાઇ અને પીઆઈ વી.એલ.પટેલનાં માર્ગદર્શન હેઠળ મોરબી બી ડીવીઝન પોલીસ સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય દરમ્યાન ખાનગી રાહે મળેલ બાતમીનાં આધારે ગાંધીધામ બી ડીવીઝન પોલીસ સ્ટેશનનાં અપહરણનાં ગુનામાં નાસતો ફરતો જાહેર કરેલ આરોપી ઇમરાનભાઇ ઇબ્રાહીમભાઇ કટીયા (ઉ.વ.૨૨ ધંધો મજુરી રહે.કિડાણા તા.ગાંધીધામ જી. કચ્છ) વાળાને વીશીપરા વાડી વિસ્તાર ખાતેથી ઝડપી પાડી ભોગ બનનાર સગીરાને હસ્તગત કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.