ગાંધીધામથી ચોરાઉ ડિઝલના આંતરરાજય કૌભાંડની ગંધ

પૂર્વ કચ્છના ઔદ્યોગીક મથકમાં તેલચોરી-ડીઝલચોરી કરતી ગેંગ હવે સ્થાનિકને છોડીને અન્યત્ર નેટવર્ક ફેલાવી ચૂકી હોવાની આશંકા : ઘોઘાના જાગદર પાસે એક પેટ્રોલપંપમાંથી તાજેતરમાં જ આધારપુરાવા વિનાના ચાર લાખથી વધુના ડિઝલ પ્રકરણનો રેલો મીઠીરોહર સુધી લંબાતા ફેલાતો મત

 

પૂર્વ કચ્છમાં તેલચોરીમાં સક્રીય ટોળકીને કુખ્યાત બનાવવા પાછળ કોના ચાર હાથ? ખુલ્લેઆમ ટેન્કરોમાંથી, પાઈપલાઈનમાં તેલચોરી કરાય અને ખાખીધારીઓ અજાણ હોય તે કેમ બને? રાજકીય છત્રછાયા તળે તો નથી ચાલતોને ગોરખધંધો?

 

કંડલાથી ગુજરાત ભણી જતા ટેન્કરમાંથી અથવા તો લાઈનોમાંથી તેલ-ડીઝલ-ઓઈલ ચોરી કરનારાઓએ પાંખો વધુ વિસ્તારી : કિશોર,ભરત-ઈલીયાસ ટોળકી ડિઝલચોરીમાં સ્થાનિકે મનાય છે કુખ્યાત

 

ગાંધીધામ : પૂર્વ કચ્છના ઔદ્યોગીક પાટનગર અને દેશના મહાબંદરો પૈકીના એક એવા કંડલા બંદરનેઅડીને આવેલા ગાંધીધામ સંકુલમાં તેલચોર માફીયાઓ માજા મુકી ચૂકયા હોવાના એક પછી એક અહેવાલો સત્તાવાર રીતે ઉજાગર થવા પામ્યા હતા.
જેમાં કયારેક ઉભેલા ટેન્ડરોમાથી ગાંધીધામના જીઆઈડીસી વિસતારમા એક ચોકકસ ટોળકી સક્રીય બનેલી છે અને તેલચોરી કરતા હોવાની વાત બહાર આવી હતી તો વળી કયારેક અહીથી પસાર થતી પાઈપલાઈનોમાંથી પણ ઓઈલચોરી ખુલીને સામે આવવા પામતી હતી અને તે પછી પોલીસે અહી કડક કાર્યવાહી કરી હોવાથી હવે આવા કુખ્યત તેલચોરો ચોરાઉ જથ્થો બહાર વેચવા મોકલતા હોવાની ચકચારને સમર્થન આપી જાય તે રીતે સત્તાવાર ઘટનાક્રમ બનવા પામી રહ્યો છે.
હવે અહીના કુખ્યાત એવા ઓઈલચોર તત્વોએ નેટવર્ક અને તેમની ઓઈલચોરીનો માયાજાળ વધારે વ્યાપક બનાવી દીધો છે. હાલમાં જ થોડા સમય પહેલા જ ઘેાઘાના જાગધર ગામેથી પેટ્રોલપંપમાથી ચોરાઉ અથવા તો આધારપુરાવા વિનાનો શંકાસ્પદ મનાતો ડિજલનો જથ્થો ચાર લાખથી વધુની રકમનો પકડી પાડયો હતો. અહી ચોકાવનારી વાત તો એ જ સામે આવી હતી કે, ચોરાઉ માલનો આ જથ્થો ગાંધીધામના મીઠીરોહર પાસેથી મોકલવામા આવ્યો હોવાનુ પ્રાથમિક તપાસમાં બહાર આવવા પામી રહી છે.
ઘોઘાના જાગધર ગામે જેની કડીઓ સામે આવી રહી છે તે ગાંધીધામના મીઠીરોહરથી આટઆટલો મોટો જથ્થો પહોંચી ગયો તો સ્થાનિક પોલીસ સહિતની વિવિધ એજન્સીઓને આમામલે કેમ જરા સહેજ પણ ગંધ શુદ્ધા ન આવી? ઉપરાંત આ રીતે રવાના કરાયેલ ચોરાઉ અથવા તો આધારપુરાવાના ડિઝલ કે તેલના જ્થાઓ અગાઉ કેકેટલીવાર નહી મોકલાયા હોય તેની શું ખાત્રી? ઘોઘા જાગધર ઉપરાંત અન્યત્ર કયાં કયાં આ જથ્થાઓ રવાના કરવામાં આવ્યા હશે? આવા પણ અનેક સવાલો ઉભા થવા પામી રહ્યા છે. પૂર્વ કચ્છ પોલીસ સહિતનાઓ માટે પણ લાલબત્તી રૂપ વાત તો એ જ સામે આવી રહી છે કે, કુખ્યાત તેલચોર તત્વો હજુય તસ્કરીમાં યથાવત જ રહેલા હોય તેમ આ ઘટનાથી સમર્થન મળવા પામી રહ્યુ છે તેઓેઅ વેંચાણ કદાચ કચ્છ બહાર ગુજરાતમાં અન્યત્ર કરવાનું મન બનાવી લીધુ હોય તેમ વિશેષ લાગી રહ્યુ છે.