ગળપાદર સમીપે મહીલા બુટલેગરથી તોડ? કઈ પોલીસ કરી ગઈ કળા? ચર્ચાઓ તેજ

સાતમી સપ્ટે.ના ગાંધીધામના ગળપાદર ગામ પાસેથી મહીલા બુટલેગરને પકડાઈ અને વર્ધમાન નગર પાસે મુકત કરી દેવાઈ? કોણે કરી કાર્યવાહી? આદિપુર-અંજાર પોલીસ કે અન્ય કોઈ? અટકળો શરૂ

 

ગાંધીધામ : ગુજરાત સરકાર એકતરફ દારૂબંધીની સજજડ અમલવારી થાય તે માટે નીતનવા કાયદાઓ બનાવે છે, પરીપત્રો જાહેર કરી રહી છે ત્યારે બીજીતરફ આ જ સરકારના અમલદારો દ્વારા દારૂના બુટલેઘરોને જાણે કે છાવરવામાં આવી રહ્યા હોય તેવા ઘટનાક્રમો સમયાંતરે સામે આવવા પામતા જ રહ્યા છે.
કચ્છમાં તો હાલમાં દારૂના મોટા બુટલેઘરો જે ફાટીને ફુલેકે ચડી ચૂકયા હતા તેઓ પર તો બરાબરની ધોંષ વર્તમાન આઈજીપીશ્રી, એસપીશ્રી સહિતની ટુકડીઓ ધડાધડ બોલાવી જ રહી છે પરંતુ આમ છતાંય છુટકપુટીયા કીસ્સાઓ એવા બનતા રહે છે કે જે હોટટોપીક બની જતા હોય છે.
દરમ્યાન જ ચર્ચાતી વિગતો અનુસાર તાજેતરમાં જ ગાંધીધામ તાલુકાના ગળપાદર ગામ સમીપેથી એક બુટલેઘર મહીલાને કોઈ પોલીસે ઉપાડી લીધી એટલે કે ધરપકડ કરી અને વર્ધમાનનગર પાસે છુટી મુકી હોવાની ચર્ચા તેજ બની રહી છે. અહી સવાલ એ થાય છે કે, આવી રીતે કાર્યવાહી કરનાર કોણ? બુટલેગર મહીલા ઝડપાઈ અને ત્વરીત જ છોડી મૂકવાનું કારણ શું? કઈ પોલીસે અહી આવા પ્રકારની કાર્યવાહી કરી? શું બુટલેગરથી તોડ કરી લેવાઈ છે કે કેમ? આવા સવાલો પણ આ તબક્કે ઉઠવા પામી રહ્યા છે.
જો આ બાબતે ઘનિષ્ઠ તપાસ કરવામાં આવશે તો કઈક નવાજુની બહાર આવી શકે તેમ પણ ચર્ચા કરનારાઓ માની રહ્યા છે.