ગળપાદર જેલે પાલારાની બચાવી શાખ

ગુજરાત હાઈકોર્ટે રાજ્યની તમામ જેલોની પરિસ્થિતિની વિગતો જાણવા મોકલી હતી નોટીસ : પૂર્વ કચ્છના કેદીઓ ટ્રાન્સફર થઈ જતા ખુટતી કડીઓ પર પડ્યો પડદો

પાલારા જેલ નર્મદાનીરથી કેમ વંચિત ?
ભુજ : પાલારા જેલમાં સેકડો કેદી સજા ભોગવી રહ્યા હોવા છતા તેઓ માટે પાણીની પુરતી સુવિધા નથી. રાજકિય- સામાજીક અગ્રણીઓની રજૂઆતથી અગાઉ આર.આ.ે મશીન લગાવાયા હતા. પરંતુ બોરનું પાણી ખારૂ હોઈ મશીનો ઉપયોગ લાયક રહ્યા નથી. પાલિકા દ્વારા ત્રણ- ચાર દિવસે પાણી વિતરીત થાય છે અને તે પણ માત્ર અડધો કલાક, નર્મદાની લાઈનો મારફતે જેલ આસપાસના વિસ્તારોમાં પાણી વિતરીત થતું હોવા છતાં પાલારા જેલને તેનાથી કેમ વંચીત રાખવામાં આવી રહી છે. તેવા સવાલો પણ ઉભા થઈ રહ્યા છે.

 

ભુજ : રાજ્યની તમામ જેલોમાં હજારો કેદીઓ સજા ભોગવી રહ્યા છે. ત્યારે તેઓ માટે પૂરતા પ્રમાણમાં સુવિધાઓ છે કે કેમ તે અંગે હાઈકોર્ટે તમામ જેલો પાસેથી વિગતો માંગી હતી. ભુજની પાલારા જેલ પણ સમસ્યાઓથી ગેરાયેલી છે. જોકે ગળપાદર જેલે શાખ બચાવી લીધી છે.
આ અંગેની વિગતો મુજબ ભુજ પાલારા જેલમાં પ૩૦ કેદીઓની ક્ષમતા છે. જેમાં વર્તમાને પાકા કેદી પ૦, કાચા કેદી રપ૦ અને અટકાયતી ૮૦ મળી કુલ ૩૮૦ બંદીવાનો છે જ્યારે ગળપાદર જેલની ર૯૦ની ક્ષમતા સામે પાકા કેદી પ૮ અને કાચા કેદી ૧૬૬ છે.
ગળપાદર જેલના પ્રારંભ પૂર્વે કચ્છના તમામ કેદીઓને પાલારા જેલમાં રાખવામાં આવતા હતા. જેના લીધો ક્ષમતાથી વધુ કેદી પણ થઈ જતા હતા. કેદીઓ માટે પૂરતી સુવિધાઓ ન હોઈ ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. રાજ્યની અન્ય જેલોની સ્થિતિ પણ આવીજ હોઈ હાઈકોર્ટ દ્વારા વિગતો મંગાવાઈ હતી. જોકે ગળપાદર જેલ શરૂ થતા પૂર્વ કચ્છના તમામ કેદીઓને ત્યાં ટ્રાન્સફર કરી દેવાતા પાલારા જેલની શાખ માંડ બચી છે.