ગળપાદર જેલમાં ૪૪ કેદીઓને કોરોના વેક્સિન અપાઈ

ગાંધીધામ : ગળપાદર જેલ મધ્યે કુલ ૪૪ જેટલા કેદીઓને કોરોના વેકસીન આપવા માટે કેમ્પ યોજાયો હતો.
ગળપાદર જિલ્લા જેલ ગાંધીધામ ખાતે ડો.કે.એલ. એન. રાવ, અધિક પોલીસ મહાનિર્દેશક, જેલ અને સુધારાત્મક વહીવટની કચેરી અમદાવાદના માર્ગદર્શન મુજબ જેલમાં રહેલા ૪પ વર્ષ કે તેથી વધુ ઉમરના કુલ ૪૦ પુરૂષ, ૩ સ્ત્રી તથા ૧ વ્યંઢળ મળી કુલ ૪૪ બંદીવાન ભાઈઓ તથા બહેનોને સરકારની ગાઈડલાઈન મુજબ કોરોના વેકસીનનો પ્રથમ ડોઝ તાલુકા આરોગ્ય અધિકારી ડો. દિનેશ સુતરીયા, જેલ મેડીકલ ઓફિસર ડો.ડી.એમ. ભદ્રા, ડો. ચિંતન સોલંકી, ડો. ગૌરવ મિશ્રા, યુ.કે. જોષી, નર્સ પુજાબેન, રાધાબેન અને અશ્વિન ગોસ્વામીના સહયોગથી કોરોના વેકસીનનો કેમ્પ યોજવામાં આવ્યો હતો. કેમ્પને સફળ બનાવવા અર્થે જેલ અધિક્ષક ડી.એમ. ગોહેલ, જેલર એ.બી. ઝાલા તેમજ તમામ ગાર્ડીંગ સ્ટાફનો સહકાર રહેલ હતો.