ગળપાદરમાંથી પાંચ લાખની બોલેરોની ચોરી

ગાંધીધામ : ઔદ્યોગિક નગરી ગાંધીધામમાં દિનપ્રતિદિન વધતા જતા વાહન ચોરીના બનાવોમાં ઉછાળો આવ્યો છે જેમાં અસંખ્ય બોલેરો ચોરીના બનાવો પોલીસ દફતરે નોંધાયા છે. વાહન ચોરી ટોળકીને હજુ સુધી સફળતા મળી ન હોય તેમ વધુ એક બોલેરો ચોરીનો બનાવ ગાંધીધામ એ ડિવીઝન પોલીસ દફતરે નોંધાવા પામ્યો હતો.ગાંધીધામ એ ડિવીઝન પોલીસ દફતરે નોંધાયેલ ફરિયાદ મુજબ તેમજ ફરિયાદી રામભા રામસુરભા ગઢવી (રહે. ભારતનગર)વાળાએ જણાવ્યા અનુસાર ગળપાદર ભવાનીનગર વિસ્તારમાં ટ્રાન્સપોર્ટના મેનેજરના ઘરે તા.૩૧-૧ર-૧૭ના ર૦ઃ૦૦થી તા.૧-૧-૧૮ના ૮ઃ૦૦ વાગ્યાના ગાળા દરમ્યાન તેઓના ઘર આગળ પાર્ક કરેલ સફેદ કલરની બોલેરો ગાડી નંબર જીજે. ૧ર. બીટી. ૦૦૭૪ વાળી રૂપિયા પાંચ લાખની કિંમતની કોઈ હરામખોરો ચોરી કરી ગયાનું જણાવ્યું હતું. ગાંધીધામ એ ડિવીઝન પોલીસ દફતરે ચોરીનો ગુન્હો નોંધી આગળની તપાસ પીએસઆઈ વાય.જે. ઝાલાએ હાથ ધર્યાનું જાણવા મળ્યું હતું.