ગરીબ કલ્યાણ મેળાથી દરીદ્ર નારાયણ બન્યો સમૃદ્ધ : વાસણભાઈ આહિર

ભુજમાં યોજાયેલ ગરીબ કલ્યાણ મેળામાં સંસદીય સચિવનો ઉદગાર

ગરીબ કલ્યાણ મેળામાં ૧.૧૪ કરોડના ખર્ચે ૯૦૦ જેટલા લાભાર્થીઓને અપાઈ સહાય તેમજ સાધનોનું કરાયું વિતરણ : સંસદીય સચિવ વાસણભાઈ આહિર, સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયત અધ્યક્ષા કૌશલ્યાબેન માધાપરીયા સહિતના રહ્યા ઉપસ્થિત

 

ભુજ : રાજ્યની ભાજપ સરકાર વિકાસશીલ સરકાર હોવાની સાથોસાથ સમાજના દરેક વર્ગનો સમતોલ વિકાસ કરવાની નેમ ધરાવે છે ત્યારે સમાજનો નિમ્ન વર્ગ પણ પગભર બની સન્માનભેર જીવન નિવાર્હ કરી શકે તે માટે રાજય સરકાર દ્વારા ગરીબ કલ્યાણ મેળાઓનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આ ગરીબ કલ્યાણ મેળાઓ થકી કચ્છ જીલ્લામાં પણ હજારો પરિવારોનું જીવન ધોરણ ઉંચુ આવ્યું છે તેવું સંસદીય સચિવ વાસણભાઈ આહિરે જણાવ્યું હતું.
ભુજ શહેરના ટાઉન હોલ ખાતે યોજાયેલ ગરીબ કલ્યાણ મેળા-ર૦૧૭ નો પ્રારંભ ઉપÂસ્થત મહાનુભાવોના હસ્તે દિપ પ્રાગટય દ્વારા કરવામાં આવ્યો હતો. જે બાદ સંસદીય સચિવ વાસણભાઈ આહિરે પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે ગરીબ કલ્યાણ મેળા થકી રાજ્યભરના લાખો પરિવારો પગભર બન્યા છે. રાજય સરકાર મતની નહીં પરંતુ વિકાસની રાજનિતિ કરી રહી હોઈ કચ્છ સહિત રાજયભેરમાં વિકાસની આંધી ફુંકાઈ છે. રાજય સરકારે તમામ વર્ગના લોકો માટે જુદી જુદી યોજનાઓ અમલી બનાવી છે અને તેની યોગ્ય અમલવારી થાય તે માટે ખુદ રાજયના મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી સહિતના મંત્રીઓ તેમજ પદાધિકારીઓ સતત જાગૃત રહે છે. તેની સાથોસાથ ગરીબ કલ્યાણ મેળામાં સહાયને પાત્ર લાભાર્થી જા ગેરહાજર હોય તો તે લાભાર્થી સરકારની સહાયથી વંચિત ન રહી જાય અને ગરીબ કલ્યાણ મેળા પછીના દિવસોએ તે લાભાર્થીને સહાયના ચેક, કીટ, સાધનોનું વિતરણ થાય તેની ચોકકસાઈપુર્વક તકેદારી રાખવા પણ જવાબદારોને તાકીદ કરી હતી.
તો સમાજનો નિમ્ન વર્ગ પણ પગભર બની માનભેર જીવન જીવી શકે તે માટે ગરીબ કલ્યાણ મેળાઓ સરકાર દ્વારા યોજાતા હોવાનું જણાવી આ મેળાઓ થકી રાજયમાં એક અનેરી ઉર્જાનો માહોલ ઉભો થયો હોવાનું અંતમાં તેમણે ઉમેર્યું હતું. સાંસદ વિનોદભાઈ ચાવડાએ કેન્દ્ર તેમજ રાજય સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓની વિસ્તારપુર્વકની માહિતી આપી આ યોજનાઓનો લાભ લેવા લોકોને અપીલ કરી હતી. આજના આ ગરીબ કલ્યાણ મેળામાં અંદાજીત ૧.૧૪ કરોડના ખર્ચે ૯૦૦ જેટલા લાભાર્થીઓને સહાય તેમજ સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આજના આ કાર્યક્રમમાં જીલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ, જીલ્લા પંચાયત અધ્યક્ષા કૌશલ્યાબેન માધાપરીયા, ભુજ ધારાસભ્ય ડો. નિમાબેન આચાર્ય, માંડવી ધારાસભ્ય તારાચંદભાઈ છેડા, કલેકટર રેમ્યા મોહન, ડીડી.ઓ. સી.જે. પટેલ, ભુજ નગરપતિ અશોક હાથી, જિ.પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન છાયાબેન ગઢવી, જિલ્લા ભાજપ મહામંત્રી શૈલેન્દ્રસિંહ જાડેજા, ભુજ તાલુકા પંચાયત પ્રમુખ કંકુબેન ચાવડા, ભાડાના ચેરમેન કિરીટ સોમપુરા, અબડાસા તાલુકા પંચાયત પ્રમુખ ઉષાબા જાડેજા, ભુજ તાલુકા પંચાયત ઉપપ્રમુખ હિતેશ ખંડોલ, ભુજ તાલુકા ભાજપ પ્રમુખ ધનજી ભુવા, તાલુકા પંચાયત શાસક પક્ષ નેતા સજુભા જાડેજા, ભુજ નગરપાલિકા ઉપપ્રમુખ સુશીલાબેન આચાર્ય, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક પ્રશાંત જાષી, ભુજ પ્રાંત શ્રી જાડેજા, ડેપ્યુટી ડીડીઓ અશોક વાણિયા, એ.એ. વ્યાસ, નાયબ પશુપાલન નિયામક ડો. કે.જી. બ્રહ્મક્ષત્રિય, અરવિંદ પિંડોરીયા, ભરત સંઘવી, સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતાં.