ગઢશીશામાં શ્રમજીવીનો આપઘાત

માંડવી : તાલુકાના ગઢશીશા ગામે વાડીમાં રહેતા શ્રમજીવીએ ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પરિવારજનોમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ગઢશીશા ગામે હાર્દિક પોકારની વાડીમાં મજુરી કામ કરતા મુળ વેલજપુર જાડીયા કુવા તા.કાલોલ જિલ્લો. પંચમહાલના મહેશ ગણપતભાઈ નાયક (ઉ.વ.ર૮)એ ગઈકાલે કોઈ અગમ્ય કારણોસર વાડીમાં આવેલા લીંબડાના ઝાડ સાથે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ગઢશીશા પોલીસે અકસ્માત મોતનો બનાવ દર્જ કરી આત્મહત્યા પાછળના કારણો જાણવા સહાયક ફોજદાર ડાહ્યાભાઈ મરંડે તપાસ હાથ ધરેલ છે. હતભાગીના આત્મઘાતી પગલાથી પરિવારજનોમાં શોકનું મોજું છવાઈ જવા પામ્યું હતું.