ગઢશીશામાં યુવાનની કરપીણ હત્યા

ડબલ રોટીનો વ્યવસાય કરતા યુવાનનો વિરાણી જતા માર્ગ ઉપરથી હત્યા કરેલ મૃતદેહ મળી આવતા ચકચાર : પોલીસ ઘટના સ્થળે : હત્યા કરનાર કોણ અને કેવા કારણોસર હત્યા કરી હશે તે તો હત્યારા પકડાયા બાદ સપાટી પર આવી શકે તેમ છે

 

માંડવી : તાલુકાના ગઢશીશા ગામે રહેતા અને ડબલ રોટીનો વ્યવસાય કરતા યુવાનનો આજે ગઢશીશાથી ઉત્તરાદી દિશામાં વિરાણી જતા માર્ગ ઉપરથી હત્યા કરેલ સ્થીતિમાં મૃતદેહ મળતા પરિવારજનોમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. તો ઘટનાની જાણ થતા જ ગઢશીશા પોલીસ કાફલો બનાવ સ્થળે ધસી ગયો હતો. અને મૃતદેહને પીએમ માટે મોકલી આપવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગઢશીશા ગામે રહેતા જગદીશ ચમનગર ગૌસ્વામીની કોઈ શખ્સોએ રાત્રી દરમ્યાન તિક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચાડી મોતને ઘાટ ઉતારી દિધો હતો. આજે સવારે વિરાણી જતા માર્ગ ઉપરથી હતભાગીનો મૃતદેહ મળી આવતા અને હત્યા થયેલાનું જણાતા ગઢશીશાના ઈન્ચાર્જ પીઆઈ એન.જી. વાઘેલા પોલીસ સ્ટાફ સાથે બનાવ સ્થળે ધસી ગયા હતા અને હતભાગીના મૃતદેહને પીએમ માટે હોÂસ્પટલ મોકલી આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગઢશીશા ગામે રહેતા અને ડબલ રોટીનો વ્યવસાય કરતા આ યુવાનની કોણે અને કયા કારણોસર હત્યા કરી હશે. તે સંદર્ભે અનેક સવાલો વહેતા થયા છે.
આ બાબતે ગઢશીશા પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધતા શÂક્તનગર ગઢશીશામાં રહેતા દેવેન્દ્રગર ચમનગર ગુંસાઈ (ઉ.વ. ૩૭)એ પોલીસ સ્ટેશને જાણ કરેલ કે, પોતાના મોટા ભાઈ જગદીશગર ચમનગર ગુંસાઈ (ઉ.વ. ૩૯)નો શંકાસ્પદ હાલતમાં ગઢશીશાથી ચાર કિલોમિટર દૂર વાડી વિસ્તાર વિરાણી તરફ જતા જૂના રોડ ઉપર પડેલાની જાણ કરતા સીઆરપીસી કલમ ૧૭૪ હેઠળ અકસ્માત મોતનો બનાવ દર્જ કરી ઈન્ચાર્જ પીઆઈ એન.જી. વાઘેલાએ તપાસ હાથ ધરી હતી. હતભાગીનું મોત ગઈકાલે સાંજના સાત વાગ્યાથી આજે સવારે પોણા નવ દરમ્યાન થયું હતું. પોલીસ દ્વારા યુવાનની હત્યા થયેલ છેકે કુદરતી રીતે અથવા તો આત્મ હત્યા કરેલ છેકે કેમ તે અંગેના ચોક્કસ કારણો જાણવા માટે લાશનું પીએમ કરાવવા કાર્યવાહી હાથ ધરેલ છે. પીએમ થયા બાદ તબીબ દ્વારા અભિપ્રાય આવેથી સત્ય બહાર આવી શકે તેમ છે. બીજીતરફ યુવાનની હત્યાના બનાવથી પરિવારજનો તેમજ ગ્રામજનોમાં ખળભળાટ મચી જવા પામી છે. હત્યા કરનાર કોણ અને કયા કારણે હત્યા કરી હશે તે તો હત્યારા પકડાયેથી તેમની પુછપરછમાં બહાર આવી શકે તેમ છે. હત્યાના બનાવથી કાયદાના રક્ષકોમાં દોડધામ મચી જવા પામી હતી.